ઠંડીનો ચમકારો! ગુજરાતમાં હજુ કેટલાં દિવસ પડશે જોરદાર ઠંડી? જાણો વિગત
કાશ્મીરમાં થયેલી ભારે હિમ વર્ષાની સીધી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે હજી એક સપ્તાહ સુધી આ માહોલ બની રહેશે તેવું જણાવ્યું છે. ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન ગગડ્યું છે. આબુમાં તાપમાન 3 ડિગ્રી પહોંચ્યું છે તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુસવાટા મારતા પવન સાથે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. આ દિવસોમાં રાજ્યવાસીઓને વધુ ઠંડી સહન કરવી પડશે. રાજ્યના ઠંડીના પ્રકોપમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મોટા ભાગના જિલ્લાઓમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં આકરી ઠંડીનો દોર શરૂ થયો છે. ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ હજી વધવાનો છે, આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને સમગ્ર ગુજરાતમાં શીત લહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, રાજકોટ, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ આ શીત લહેર જોવા મળશેય લઘુત્તમ તાપમાન 1૦ ડિગ્રી કે તેથી નીચે રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -