અમદાવાદઃ પરણીત યુવતીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ ને રહેવા લાગી લિવ-ઇનમાં, પછી શું થયું?
આ અંગેની વિગત એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે) પોતે પરણીત છે. જોકે, પ્રિયા અન્ય એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવક સાથે તેને પ્રેમ થઈ જતાં તે પતિને છોડીને પ્રેમી સાથે લિવ-ઇનમાં રહેવા માટે આવી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ પોતાના પતિને છોડીને પ્રેમી સાથે રહેવા ચાલી ગયેલી પરિણીત યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને રક્ષણ માંગ્યું છે. યુવતીએ છૂટાછેડા લેવા માંગતી હોવાનું કોર્ટને જણાવ્યું હતું. તેમજ તેને અને તેના પ્રેમીને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે.
હાલ, પ્રિયાએ હાઈકોર્ટમાં રક્ષણ માટે અરજી કરી છે. તેણે રજૂઆત કરી છે કે, તે પોતાના પતિને છૂટાછેડા આપવા માંગે છે, પણ છૂટાછેડાની પ્રક્રિયા કરવામાં તેને અને તેના પ્રેમીને જીવનું જોખમ છે. આ અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે, નાગરિકોના જીવના રક્ષણની જવાબદારીના આધાર પર કોર્ટ પોલીસ રક્ષણ આપી રહી છે. બાકીની વિવાદિત હકીકતોમાં કોર્ટને કોઈ રસ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -