અમદાવાદઃ યુવતી સાથે બેસેલા યુવકને ત્રણ શખ્સોએ જાહેરમાં જ મારી દીધા ચપ્પાના ઘા, જાણો આખો ઘટનાક્રમ

આ પછી આ ત્રણ શખ્સો અને યુવક વચ્ચે બાઇકની ચાવી કાઢવાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન ત્રણ યુવકોએ વિરલ પર હુમલો શરૂ કરી દીધો હતો. આ ત્રણમાંથી એક યુવકે વિરલ પર છરી વડે હુમલો કરી દીધો હતો. વિરલ પર હુમલો કર્યા બાદ હુમલાખોરો બાઇક લઇને ફરાર થઇ ગયા હતા.
વિરલ પર હુમલો થતાં પ્રીતિએ બૂમાબૂમ કરી મૂકતાં લોકોનાં ટોળાં ભેગા થઇ ગયાં હતાં. આ પછી વિરલને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નિકોલ પોલીસે આ ઘટનાના પગલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ગઇ કાલે સાંજે ૭-૩૦ કલાકે એસ.પી. રિંગ રોડના સર્વિસ રોડ પર નોબલનગર વિસ્તારમાં આવેલી શ્રીમાન પાર્ક સોસાયટીમાં રહેતી પ્રીતિ રાજપૂત(નામ બદલ્યું છે) અને કોલેજમાં સાથે વિરલ ક્ષત્રિય વસાણી પાર્ટી પ્લોટ પાસે સર્વિસ રોડ પર બાઇક સાઇડ પર પાર્ક કરી બેઠાં હતાં. દરમિયાન ત્રણ શખ્સો બાઇક લઈને આવી પહોંચ્યા હતા અને બંનેને ધમકાવ્યા હતા કે, તમે અહીં બેસીને શું કરી રહ્યો છો. તેમણે આ સાથે બાઇકની ચાવી પણ કાઢી લીધી હતી.
અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર કોલેજમાં સાથે અભ્યાસ કરતાં યુવક-યુવતી બેઠા હતા, તે દરમિયાન ત્યાં આવી ચડેલા ત્રણ શખ્સોએ યુવક સાથે ઝઘડો કરીને હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ બૂમાબૂમ કરતાં લોકો એકઠા થઈ જતાં ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. બીજી તરફ યુવકને હોસ્પિટલે ખસેડાતાં તેને મૃત જાહેર કરાયો હતો.