ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતની વિદેશી મીડિયાએ શું લીધી નોંધ?
અમેરિકાના વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે, ભારતમાં વડાપ્રધાન મોદીના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ સીટો ગુમાવી પણ સત્તા જાળવી રાખી. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લઇ બહુમત મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકાના એસએફગેટે હેડિંગ આપ્યુ, ભારતની સત્તાધારી પાર્ટીએ બેઠકો ગુમાવી, તેમ છતાં જીત્યુ ગુજરાત. ન્યુઝ વેબસાઈટે લખ્યુ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાધારી પાર્ટીએ કેટલીક બેઠકો ગુમાવી, પરંતુ કડક પડકાર ઝીલ્યા બાદ પણ તેમણે ગૃહરાજ્ય ગુજરાતમાં પોતાની પકડ જાળવી રાખી.
અમદાવાદઃ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 સીટ મળી. માત્ર દેશ જ નહીં વિદેશના અખબારો-વેબસાઇટોએ પણ ગુજરાતમાં ભાજપની જીતની નોંધ લીધી છે. જેમાંથી મોટાભાગના લોકોએ જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યો છે.
પાકિસ્તાનના 'ધ ડૉન' એ લખ્યું, ગુજરાત-હિમાચલના રસાકસીભર્યા જંગ બાદ મોદીએ કર્યું જીતનું એલાન. અહીંયા ચૂંટણી પ્રચારની કમાન મોદીના હાથમાં હતી.
ચીની મીડિયાએ લખ્યું, ભારતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ સોમવારે ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપે ભલે ગુજરાતમાં જીત મેળવી હોય પરંતુ મોદીના ગૃહરાજ્યમાં ભાજપની જીતનો આંકડો ગત વખતની સરખામણીએ આ વખતે ઓછો રહ્યો છે.
બ્રિટીશ ચેનલ અને વેબસાઈટ બીબીસીએ ગુજરાતમાં ભાજપની જીત માટે હેડિંગ આપ્યુ, ભારત ગુજરાત: મોદીના ભાજપ આગળ કોંગ્રેસે સ્વીકારી હાર. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી( ભાજપ)એ પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં સત્તા પર પકડ જાળવી રાખી છે. જોકે આ વખતે જીતનું માર્જિન અગાઉની સરખામણીએ ઓછુ રહ્યું. કોંગ્રેસે ભાજપ તરફથી મળેલી હારનો સ્વીકાર કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -