Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ 4 બેઠકના 6 બૂથ પર ફેર મતદાન, વોટર્સમાં ઉત્સાહ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની 182 સીટ છે અને સરકાર બનાવવા કોઈપણ પક્ષને 92 સીટની જરૂર છે. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115, કોંગ્રેસને 61 તથા અન્યને 6 સીટ મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએબીપી અસ્મિતા અને સીડીસીએસના એક્ઝિટ પોલ પ્રમાણે 182 બેઠકોમાંથી ભાજપને 117 બેઠક, કોંગ્રેસને 64 અને અન્યને 1 બેઠક મળી રહી છે. ટાઇમ્સ નાઉ-વીએમઆરના એકઝિટ પોલ મુજબ ભાજપને 115, કોંગ્રેસને 64 તથા બાકીની સીટ અન્યને મળી શકે છે. રિપબ્લિક-સી વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને 108, કોંગ્રેસને 74 સીટ મળવાનો અંદાજ છે. આજ તક – એક્સિસના એક્ઝિટ પોલ મુજબ બીજેપીને 99-113, કોંગ્રેસને 66-82 અને અન્યને 1-4 સીટ મળી શકે છે. સીએનએન-આઈબીએનના એક્ઝિટ પોલમાં ભાજપને 109 અને કોંગ્રેસે 70 સીટ મળવાનો અંદાજ છે. ન્યૂઝ 24- ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 135, કોંગ્રેસને 47 સીટ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઝી ન્યૂઝ-એક્સિસના એક્ઝિટ પોલમાં બીજેપીને 99-113, કોંગ્રેસને 68-82 અને અન્યને 1 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકના ગુરુવારે યોજાયેલા મતદાન દરમિયાન કેટલાંક બૂથ પર ટેકનિકલ ખામીના કારણે કેન્દ્રીય ચૂંટણી પંચે 4 બેઠકના 6 બૂથ પર રવિવારે પુનઃમતદાનનો આદેશ કર્યો હતો. જેના પરિણામે આજે વડગામના છનિયાણા બૂથ નં 1 અને 2, વિરમગામના બૂથ નં 27, દસ્ક્રોઈ બેઠકના નવા નરોડા બૂથ, સાવલીના ન્હારા અને સાકરડા બૂથ ખાતે પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે. મોકપોલ દરમિયાન ઈવીએમમાં પડેલા મત ડિલિટ ન થયા હોવાથી વિસનગર, બેચરાજી, મોડાસા, વેજલપુર, વટવા, જમાલપુર-ખાડિયા, સાવલી અને સંખેડા બેઠકના 10 બૂથની મતગણતરીમાં ઈવીએમના રેકોર્ડના બદલે વીવીપેટની સ્લીપો ગણવામાં આવશે. સોમવારે ગુજરાત પરિણામો સોમવારે જાહેર થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનું મળી સરેરાશ 68 ટકા વોટિંગ થયું હતું. મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપી સરકાર બનતી હોવાનું જોવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -