Numerology 2022:  અંકશાસ્ત્ર અનુસાર, 2022 ઘણા લોકો માટે ખાસ રહેવાનું છે, પરંતુ ખાસ કરીને 4  જન્મ મૂલાંક ધરાવતા લોક માટે આ  વર્ષ વિશેષ ફળદાયી સાબિત થશે. આ વર્ષે આ જન્મ તારીખો વાળા લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.


જ્યારે પણ નવું વર્ષ આવે છે ત્યારે લોકોના મનમાં એ જાણવાની ઈચ્છા હોય છે કે, આ નવું વર્ષ તેમના માટે કેવું રહેશે? જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળશે કે આ વર્ષે પણ તેમને પડકારોનો સામનો કરવો પડશે. અંકશાસ્ત્ર મુજબ 2022 ઘણા લોકો માટે ખાસ રહેવાનું છે. પરંતુ ખાસ કરીને 4 મૂલાંક ધરાવતાં લોકો વર્ષ ફળદાયી સાબિત થશે. આ વર્ષે આ જન્મ તારીખો વાળા લોકો પર માતા લક્ષ્મીની કૃપા રહેશે.


જે આપની  જન્મ તારીખ 4.13,22 અથવા 31 છે તો તેમને આ વર્ષે વિશેષ સફળતા પ્રાપ્ત થવાના સંકેત જોવા મળી રહ્યાં છે. નોકરીમાં સારી સફળતા પ્રાપ્ત થવાના યોગ છે. અચાનકથી ધન પ્રાપ્તિ થઇ શકે છે.નોકરી કરનારને આ વર્ષે પ્રમોશન મળી શકે છે. ગત વર્ષે કરેલા પ્રયાસનું આ વર્ષે શુભ ફળ મળશે. વ્યાપાર ધંધા માટે પણ  વર્ષ શુભ છે.


શિક્ષણ ક્ષેત્રે આપને આ વર્ષે સિદ્ધિ મળી શકે છે. અભ્યાસમાં આપનું પ્રદર્શન શાનદાર રહેશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યાં છે. તેમના માટે આ સારો સમય છે. સફળતા મળશે. નોકરી મળવના પ્રબળ યોગ છે. કોઇ  મોટી બીમારી આપને પરેશાન નહીં કરે. પ્રાણાયામની મદદથી આપ ખુદને સ્વસ્થ રાખવામાં સફળ થશો.


પ્રેમ સંબંધી બાબતોમાં આપને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગંભીર લડાઇના સંકેત  જોવા મળી રહ્યો છે. એપ્રિલ બાદ આપના સંબંધોમાં સુધારની સ્થિતિ બની શકે છે. ઓગસ્ટ બાદ સંબંધમાં પ્રેમનો સંચાર થશે.


Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે