Ram Navami 2025: રામ નવમી પર 13 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ ઉપાયથી થશે લાભ

Ram Navami 2025:આ વખતે 6 એપ્રિલ 2025ના રોજ રામ નવમીના રોજ રવિ પુષ્ય યોગનો સંયોગ છે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને સુકર્મ યોગ પણ હશે. પુષ્ય નક્ષત્રમાં જે લોકો વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે અને કેટલીક વસ્તુની ખરીદી કરે છે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Continues below advertisement

Ram Navami 2025: આપણા સનાતન ધર્મમાં કેટલાક પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં રામ નવમી, નવરાત્રી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો સમાવેશ થાય છે. તહેવારો દરમિયાન જો કોઈ શુભ સંયોગ બને તો તેનું મહત્વ બમણું થઈ જાય છે. આ વર્ષે પણ 13 વર્ષ પછી રામ નવમી પર એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, આવી સ્થિતિમાં આ દિવસ માત્ર પૂજા માટે જ નહીં પરંતુ ખરીદી માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. આ વર્ષે રામ નવમી 6 એપ્રિલ 2025 ના રોજ છે, અહીં જુઓ આ દિવસે કેવા શુભ સંયોગો બની રહ્યા છે.

Continues below advertisement

13 વર્ષ પછી રામ નવમી પર દુર્લભ સંયોગ

આ વખતે 6 એપ્રિલ 2025ના રોજ રામ નવમીના રોજ રવિ પુષ્ય યોગનો સંયોગ છે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને સુકર્મ યોગ પણ હશે. પુષ્ય નક્ષત્રમાં જે લોકો વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે અને કેટલીક વસ્તુની ખરીદી કરે છે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વાલ્મીકિ રામાયણ અનુસાર, શ્રી રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે, તેથી તેમની પૂજા કરવાથી અનેકગણું ફળ મળશે.

જ્યોતિષ અનીશ વ્યાસના જણાવ્યા અનુસાર, આ શુભ સંયોગ દરમિયાન દિવસભર ખરીદી અને રોકાણ કરવું વિશેષ શુભ રહેશે. આ દિવસે કરવામાં આવેલ લેવડ-દેવડ સુખ-સમૃદ્ધિમાં વધારો કરશે. આ દિવસે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું ફાયદાકારક છે. તેમજ જરૂરી વસ્તુઓ અને તમામ પ્રકારની ખરીદી માટે દિવસ ખાસ રહેશે.

રામ નવમી પર રવિ પુષ્ય નક્ષત્રનું મહત્વ

રામ નવમીનો દિવસ શુભ છે તેવી જ રીતે રવિ પુષ્યનો સંયોગ સોના પર સુહાહા સમાન બની રહેશે  જો પુષ્ય નક્ષત્ર રવિવારે આવે તો તેને રવિ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. જે નવા વ્યવસાયો શરૂ કરવા, વાહનો ખરીદવા, રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા, સોનું અને અન્ય કિંમતી ધાતુઓ ખરીદવા, મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને આધ્યાત્મિક વિકાસ મેળવવા માટે  મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. રવિ પુષ્ય નક્ષત્ર જીવનમાં સ્થિરતા અને અમરતા અને સમૃદ્ધિ લાવે છે.                                        

 

Continues below advertisement
Sponsored Links by Taboola