નમામિ દેવી નર્મદે:ભારત દેશમાં નદીઓની પણ દેવતાઓની જેમ પૂજા કરવામાં આવે છે. દરેક નદીનું પોતાનું મહત્વ અને ઈતિહાસ હોય છે. મધ્યપ્રદેશની જીવાદોરી કહેવાતી નર્મદા નદી પણ આ પવિત્ર નદીઓમાંની એક છે. દર વર્ષે માહ  માસના શુક્લ પક્ષની સાતમના દિવસે નર્મદા જયંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 28 જાન્યુઆરી, શનિવાર છે. આ દિવસે નર્મદા નદીના ઘાટ પર વિશેષ પૂજા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.


નર્મદા નદીના અવતરણની  તારીખને નર્મદા જયંતિ મહોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવની ભવ્યતા મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટકમાં જોવા મળે છે. લોકો આ તહેવારની તૈયારીઓ મહિનાઓ અગાઉથી જ શરૂ કરી દે છે. દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રી આ ઉત્સવમાં ભાગ લઈને તેની શરૂઆત કરે છે. જો કે આ વર્ષે આ તહેવાર 12 ફેબ્રુઆરી, મંગળવારે ઉજવવામાં આવશે.


નર્મદાનું પૌરાણિક મહત્વ


નર્મદા જયંતિ પર્વ નિમિત્તે નર્મદા કિનારે આવેલા મહેશ્વર, ઉજ્જૈન વગેરે મુખ્ય શહેરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નદીના કિનારાને શણગારવામાં આવે છે, મહાયજ્ઞ કરવામાં આવે છે અને સાંજે પ્રસાદી સ્વરૂપે ભંડારા કરવામાં આવે છે. આ તહેવાર આખા અઠવાડિયા સુધી આ રીતે ઉજવવામાં આવે છે. નર્મદા જયંતિનો ઉત્સવ જોવા માટે દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક પ્રવાસીઓ આવે છે. ભારતમાં અન્ય નદીઓ પણ છે, પરંતુ કોઈ નદીના અવતરણનો  આ રીતે સાત મહોત્સવ ઉજવાતો નથી.


મા નર્મદાની પૂજા કેવી રીતે કરશો


આમ તો મા નર્મદાની પૂજા નર્મદા નદીના કિનારે જ કરવી જોઈએ, પરંતુ જો તમે એવું ન કરી શકતા હોવ તો તમે આ પૂજા ઘરે પણ સરળતાથી કરી શકો છો. આ દિવસે સવારે વહેલા ઊઠીને નહાવાના પાણીમાં નર્મદાનું પાણી ભેળવીને સ્નાન કરવું.  બાદ બાજોટ પર સફેદ વસ્ત્રો બિછાવી આસન આપો અને તેના પર મા નર્મદાની છબી મૂકો, ઘીનો દીવો કરો અને શોડસોપચાપે પૂજન કરીને થાળ ધરાવો અને બાદ આરતી ઉતારો.  


નર્મદાના જળથી સ્નાનના લાભ


ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અનુસાર નર્મદા નદીમાં સ્નાન કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે.  ઘણી સમસ્યાઓનો અંત આવે છે. આ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી કાલસર્પ અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.


કોઈપણ મહિનાની અમાસના દિવસે નર્મદામાં સ્નાન કરીને ચાંદીના બનેલા નાગને નર્મદામાં વિસર્જિત કરો. તેનાથી કાલસર્પ દોષમાં શાંતિ મળે છે.


નર્મદામાં સ્નાન કરવાથી ગ્રહો પણ શાંત થાય છે. આ જળમાં સ્નાન કરવાથી મંગળ, શનિ, રાહુ, કેતુના દોષ દૂર થાય છે.


દામ્પત્ય જીવનના સુખ માટે આ નદીમાં સ્નાન કરીને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવી જોઈએ.


આ નદીના પાણીથી પિતૃઓને અર્પણ કરવું પણ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. તેનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.