Accident: સાતમ આઠમ અને સ્વતંત્ર પર્વની રજાઓના કારણે લોકો તેમના વતનમાં ફેમિલિ સાથે તહેવાર ઉજવવા જતાં હોવાથી રોડ રસ્તા પર ટ્રાફિક ખૂબ વધી ગયો છે. ખાનગી બસો પણ હાઉસફૂલ જઇ રહી છે. આ દરમિયાન ભાવનગર અને અમદાવાદ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો છે.અહીં  બંધ પડેલા ટેન્કર સાથે આઈસર અથડાતા 15 લોકોને  ઈજા પહોંચી છે જ્યારે એકનું મોત થયું છે. માઢીયા ગામ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. મૃતક વ્યક્તિની ઓળખ સુમિત તરીકે થઇ છે. 15 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

તહેવારની સિઝન શરૂ થતાંની સાથે ટ્રાફિક વઘ્યો છે અને આ સાથે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. રક્ષાબંધનના આગલા દિવસે પણ રાજ્યમાં અકસ્માતની હારમાળા સર્જાઇ હતી.ગુજરાતમાં 8 ઓગસ્ટે રોડ અકસ્માતની હારમાળા સર્જાઇ છે. જુદી જુદી ઘટનામાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સોથી વધુ ભયંકર ઘટના મોરબી પાસે સર્જાઇ હતી. જેમાં 4 લોકો જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ થયા છે.

મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો  હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જેમાં ,ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનો સામવેશ થાય છે. તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે.  પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે.અકસ્માતના કારણે હાઈવે પર  ટ્રાફિકજામ સર્જ્યો હતો.

સમગ્ર અકસ્માત કેવી રીતે સર્જાયો એ વિશે વાત કરીએ તો નોંધનિય છે કે,માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતા ટેન્કરે લેન બદલવા માટે ગયો હતો, જે દરમિયાન પાછળ આવતી  આર્ટિગા કાર ટ્રક સાથે ઘસાતા  આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ટ્રકમાં  અને કારમાં સવાર 2-2 લોકો મોત થયા છે. સાત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માત બાદ ટેન્કર અને કારમાં ફાટી નીકળતા સ્થિતિ વધુ ભયાનક અને ચિંતાજનક બની હતી. ઘટના મોરબીના  સૂરજબારી ટોલ નાકા નજીક બની હતી.  ધટના ની જાણ થતા જ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ઘરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા હતા અને સાતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અકસ્માત એટલો ભયંકર છે કે, ઇજાગ્રસ્તોની સ્થિતિ પણ નાજુક છે, જેથી આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.