Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા રચિત 'ચાણક્ય નીતિ' એ જીવન, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સમાજને સમજવા માટેનો એક અમૂલ્ય ગ્રંથ છે. હજારો વર્ષો પછી પણ તેની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે. આચાર્ય ચાણક્ય અને ભારતીય શાસ્ત્રોમાં પતિ-પત્નીના સંબંધોને લઈને ખૂબ જ ઊંડી અને વ્યવહારુ વાતો કહેવામાં આવી છે. આ સંબંધ માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી, પરંતુ એક સુખી પરિવારનો પાયો છે.
આચાર્ય ચાણક્યે નીતિશાસ્ત્રમાં જીવનના વિવિધ પાસાઓ પર પોતાનું જ્ઞાન આપ્યું છે. તેમની શિક્ષા આજે પણ પ્રસ્તુત છે અને લોકોના કામ આવે છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આચાર્ય ચાણક્યના મતે, કઈ કઈ પરિસ્થિતિઓમાં આપણે વચ્ચે દખલગીરી કરવાથી બચવું જોઈએ.
ચાણક્ય નીતિ મુજબ, નીચેની બાબતોમાં ક્યારેય વચ્ચે ન પડવું જોઈએ:
પતિ-પત્ની વચ્ચે: ક્યારેય પણ પતિ-પત્ની વચ્ચે દખલ આપવાનું ટાળવું જોઈએ, પછી ભલે તેમની વચ્ચે ગમે તેટલી બોલાચાલી કેમ ન થતી હોય. આવું એટલા માટે કારણ કે પતિ-પત્ની લડાઈ-ઝઘડા પછી ફરી એક થઈ જાય છે, પરંતુ વચ્ચે દખલ આપવાને કારણે તમારો સંબંધ તેમની સાથે બગડી શકે છે.
જ્ઞાની લોકોની ચર્ચામાં: જો જ્ઞાની લોકો કોઈ વિષય પર ચર્ચા કરી રહ્યા હોય અને તમને તે વિષય વિશે કોઈ જાણકારી ન હોય, તો તમારે તેમની વચ્ચે દખલ ન દેવી જોઈએ. આમ કરવાથી તમે મૂર્ખ સાબિત થાઓ છો અને તમારી છબી પણ ખરાબ થાય છે.
પશુ-પક્ષીઓના ટોળામાં: પશુ કે પક્ષીઓના ઝુંડ વચ્ચે પડવાનું પણ ટાળવું જોઈએ. જો તમે આવું કરો છો, તો પ્રાણીઓ પરેશાન થઈ શકે છે અને તેમનો ક્રોધ તમારા જાન-માલનું નુકસાન કરી શકે છે.
પૂજારી અને હવન વચ્ચે: જો કોઈ પૂજારી હવનનું કાર્ય કરી રહ્યા હોય, તો હવન અને પૂજારીની વચ્ચે તમારે દખલ ન કરવી જોઈએ. પૂજારીને તેમની વિધિ પૂર્ણ કરવા દેવી જોઈએ. જો તમે દખલ આપો છો, તો હવનમાં વિક્ષેપ પડી શકે છે અને સાથે જ તમારે પૂજારીના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
