Health:હવે ગણતરીના દિવસો બાદ શ્રાવણ માસની શરૂઆત થતાં વ્રત અને ઉપવાસ શરૂ થઇ જશે.   કેટલાક લોકો આખો મહિનો ઉપવાસ કરે છે. જો કે 30 દિવસ ઉપવાસ કરવાથી ઘણી વખત વીકનેસ આવી જાય છે. તો  આપનો પણ શ્રાવણ માસમાં  ઉપવાસ કરવાનો પ્લાન હોય તો આ ડાયટ પ્લાનને અનુસરો. આ હેલ્ધી અને નેચરલ ફૂડને ડાયટમા સામેલ કરવાથી આપ નિરોગી રહીને શ્રાવણ માસના ઉપવાસ કરી શકશો. આ ડાયટ પ્લાનથી ઉપવાસ દરમિયાન પણ આપની  ઇમ્યૂનિટી પણ બની રહે છે.  તો જો આપ શ્રાવણ માસમાં ઉપવાસ કરી રહ્યાં છો તો  આ  4 ડ્રિન્કના સેવનને રૂટીન ડાયટમાં સામેલ કરો.

Continues below advertisement

નારિયેળ પાણી:વ્રત દરમિયાન જરૂરી છે કે, આપ શરીરને હાઇડ્રેટ રાખો. જેના માટે આપની મદદ નારિયેળ પાણી કરશે, નારિયેળ પાણી થકાવટથી દૂર રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. નારિયેળ પાણી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તો વ્રત દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા નારિયેળ પાણી અવશ્ય પીવો.

Continues below advertisement

સંતરાનું જ્યુસ :સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે. સંતરા એન્ટીઓક્સિડન્ટ હોવાની સાથે વિટામિનથી ભરપૂર છે. આપ વ્રતમાં પણ આ જ્યુસ પી શકો છો. જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તેમજ ઇમ્યૂનિટી બૂસ્ટર છે.

ટામેટાં અને કાકડીનું શરબત પીવો:વ્રતમાં આપ કાકડી અને ટામેટાનું પણ શરબત પી શકો છો. તેને તૈયાર કરવા માટે આપ ટામેટા અને કાકડીના નાના-નાના પીસ કરી લો. તેમાં સિંઘા નમક નાખીને તેનું સેવન કરો. તેના આપને ફાયદો થશે. પેટ ભરેલું રહશે અને ભૂખ પણ નહીં સતાવે. ટામેટામાં મોજૂદ વિટામીન-સી અને ઇ એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ શરીરને જરૂરી પોષણ આપે છે.

લસ્સી: લસ્સીનું સેવન આપ વ્રત દરમિયાન કરી શકો છો. જુદી જુદી ફ્લેવરની લસ્સી સ્વાદની સાથે આપનું સ્વાસ્થ્ય પણ જાળવશે. તેનાથી એનર્જી મળશે અને શરીરમાં તાજગી બની રહેશે. ગરમીમાં તો તે વધુ ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.