Jyotish Upay: જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.


ઘણા લોકો સાથે  એવું બનતું હોય છે કે, લાખો પ્રયત્નો કરવા છતાં તેમનું કોઈ કામ આસાનીથી થતું નથી. તેમના દરેક કામમાં વારંવાર અડચણો આવે છે. જીવનમાં દુર્ભાગ્ય રહે છે અને કેટલીક પરેશાનીઓ આવતી જ રહે છે. જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.


સૂર્યના ઉપાયથી સફળતા મળશે


જો આપને  સુખ અને સમૃદ્ધિ જોઈતી હોય તો સૂર્યોદય પહેલા ઉઠો. સૂર્યોદય પછી સુવાથી નકારાત્મક ઉર્જા મળે છે. દરરોજ સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરો. આ પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો. આ ઉપાય કરવાથી તમને સૌભાગ્ય અને સ્વાસ્થ્ય મળશે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને માન-સન્માન પણ મળે છે.


મા લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ઉપાયો


જો પ્રગતિમાં અડચણ આવી રહી હોય અથવા વેપારમાં સતત નુકસાન થતું હોય તો ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય કરો.ગુરુવારે પીળા કપડામાં પીળા ફૂલ, પીળા રંગની મીઠાઈઓ રાખી લક્ષ્મી-નારાયણને અર્પણ કરો. આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને ભાગ્યોદય થશે.


ગણપતિ તમામ અવરોધો દૂર કરશે


ગણપતિ વિઘ્નકર્તા માનવામાં આવે છે. કરિયર અને બિઝનેસમાં આવનારી સમસ્યાઓને દૂર કરવા માટે દરરોજ ગણપતિની પૂજા કરો. પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ચઢાવો. તેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને શુભ અને ધનલાભના આશીર્વાદ આપે છે. ગણપતિજીની કૃપાથી કાર્યમાં કોઈ અવરોધ નથ આતો


Heart Attack: ડીજેના તીવ્ર અવાજથી હાર્ટ અટેકનો બની શકો છો શિકાર, જાણો શું કહે છે એક્સ્પર્ટ 


Heart Attack Causes: આજકલની લાઈફસ્ટાઈલમાં ધ્વનિ પ્રદૂષણ પણ  વધી ગયું છે. જેની આપના હાર્ટ પર પણ વિપરિત અસર થાય છે. કેવી રીતે જાણીએ.
છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. કેટલાક મહિનાઓથી લોકોમાં  'સડન હાર્ટ એટેક' એટલે કે અચાનક હાર્ટ એટેકના ઘણા કેસો પણ નોંધાયા છે. હૃદયરોગના તબીબોના મતે, ખાસ કરીને યુવાનોમાં અચાનક હાર્ટ એટેકના વધતા જતા કેસ ખૂબ જ ચિંતાજનક છે.
 આજકાલ આવા લોકોમાં અચાનક હાર્ટ એટેકની સમસ્યા પણ જોવા મળી રહી છે, જેમને કોવિડ રોગચાળા પહેલા હૃદય રોગ ન હતો. ભૂતકાળમાં ઘણી સેલિબ્રિટી પણ આનો ભોગ બની ચૂકી છે. ડીજેમાં ડાન્સ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. ડીજે અથવા લાઉડ સ્પીકરના અવાજથી હૃદય પર વધારાનું દબાણ વધે છે, જેના કારણે અચાનક હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. 
શું મોટો અવાજ હાર્ટ એટેકને આમંત્રણ આપે છે?
હૃદયરોગના ડોકટરો સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે જે લોકોને હૃદય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેમને સાવચેતી તરીકે મોટા અવાજો (જેનાથી હૃદય પર દબાણ વધે છે)થી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. યુવાનોમાં આવી શક્યતાઓ હોતી નથી, પરંતુ તેમ છતાં તેમને હાર્ટ એટેક આવે છે, તે ચિંતાનો વિષય છે. સડન હાર્ટ એટેકના કેસમાં જો કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન (CPR) આપવામાં આવે તો ઘણી જિંદગીઓ બચાવી શકાય છે. CPR આપવાની પ્રક્રિયામાં વ્યક્તિની છાતીને બંને હાથ વડે દબાવવાથી તેને શ્વાસ લેવામાં અમુક અંશે મદદ મળી શકે છે.
 
મોટા અવાજો ખતરનાક બની શકે છે
ડીજે કે લાઉડસ્પીકરનો જોરદાર અવાજ ક્યારેક લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી બની શકે છે. ઘણા રિસર્ચમાં મળેલી માહિતી મુજબ અચાનક વધી રહેલો અવાજ તમારા ધબકારા વધારી  શકે છે. આવી સ્થિતિને મેડિકલ સાયન્સની ભાષામાં એટ્રીયલ ફાઈબ્રિલેશન પણ કહેવાય છે. જેના કારણે વ્યક્તિના શરીરમાં લોહીના ગંઠાવાનું, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
 
શું કહે છે આરોગ્ય નિષ્ણાતો
ઘણા ડોકટરોના મતે, જે લોકો લાંબા સમય સુધી મોટા અવાજોની વચ્ચે રહે છે તેમના સ્વાસ્થ્ય માટે ઘણા સ્વાસ્થ્ય સંબંધિત જોખમો ઉભા થઇ  શકે છે. ડીજેના અવાજોમાંથી નીકળતો અવાજ આપણા હૃદયને જ નહીં પરંતુ મગજ અને કાનને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.
 
કોરોના પછી સાવધાનીની જરૂર છે
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમણ બાદથી હૃદય સંબંધિત ઘણી બીમારીઓએ લોકોને ઘેરી લીધા છે. હૃદય રોગનો સૌથી ખતરનાક કિસ્સો એ હોઈ શકે છે કે કોવિડ-19 રોગમાંથી સાજા થઈ ગયેલા ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે તેમને હૃદય સંબંધિત કોઈ બીમારી હોઈ શકે છે. જે લોકો કોરોનાનો શિકાર બન્યા છે તેઓએ સમયાંતરે તેમના હૃદયની તપાસ કરાવવી જોઈએ. હૃદયરોગના જોખમથી બચવા માટે જીવનશૈલી પર વિશેષ કાળજી લેવાની જરૂર છે. આ સાથે, ધૂમ્રપાનથી અંતર પણ મહત્વપૂર્ણ છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.