Arise Yearly Horoscope 2023 : વર્ષ 2022  પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં વર્ષ 2023ને લઈ દરેક રાશિના જાતકો તેમનું આગામી વર્ષ કેવું પસાર થશે તે જાણવા ઉત્સુક છે. જાણો જ્યોતિષ વિશારદ, ગોલ્ડ મેડાલિસ્ટ, સારિકા મહેતા શું કહે છે.


વર્ષ 2023નું રાશિ ફળ


મેષ (અ.લ.ઈ)



  • રાહુ અને સૂર્ય ત્રિકોણમાં, ગુરુ 12માં ભાવમાં અને શનિ લાભ ભાવમાં, મંગળ બીજા ભાવમાં 

  • પૈતૃક સંપતિ કે પ્રોપર્ટી વેચવાથી લાભ

  • સરકારી કર્મચારી, બોસ અને તેમના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ વધે, વધુ મહેનતે સફળતા મળે,

  • ધનનો વ્યય થાય, પાર્ટનરથી દૂર રહેવાનુ બને, બંને વચ્ચે અણબનાવ-ગેરસમજ ઊભી થઈ શકે,

  • કુટુંબમાં કલેશ થાય, ગુસ્સામાં બોલેલા શબ્દોથી પછતાવું પડે.

  • વિધ્યાર્થીઓ ને અભ્યાસ માં રુચિ વધે, ગૂઢ જ્ઞાન તરફ આકર્ષણ થાય.

  • ઘર – જમીન જેવી બાબતો માટે કુટુંબમાં ઝઘડા થાય.

  • માન સન્માન ને ઠેસ પહોચે, સ્વમાનના ભોગે કોઈ કરી કરવું પડે.

  • નાની મોટી કોઈ બીમારી પણ આવી શકે. આવેશમાં આવી કોઈ ખોટું પગલું ભરવું નહીં, નહીં તો પાછળથી પસ્તાવું પડે.  

  • ઘર-જમીનની  લે-વેચમાં સાચવવું નહીં તો નુકસાન થઈ શકે.

  • સંતાનને અથવા સંતાન થકી આત્મસન્માનને ઠેસ પહોચે.

  • નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીથી સંભાળવું, વાહન ચલાવવામાં તકેદારી રાખવી,

  • જીવનસાથી સાથે અણબનાવ રહે, સ્વમાનને હાનિ પહોચે,

  • કોર્ટ કચેરીના ધક્કા ખાવા ના પડે તે માટે સાચવવું

  • લગ્ન જીવન અને સંતાન – જીવનસાથી સાથે સંભાળવું, તેમની પ્રત્યે સંદેહ ઊભા થાય, અલગ રહવાનો પ્રસંગ બને,સંતાનને તકલીફ પડે, સ્વાસ્થય સારું ના રહે, પોતાનું આરોગ્ય સંભાળવું, ફૂડ પોઇઝનિંગ થઈ શકે. પેટને લગતી કોઈ બીમારી આવી શકે.