Shani Ka Rashi Parivartan in July: જ્યોતિષમાં શનિદેવને ન્યાયના અધિકારી અને કર્મફળદાતા કહેવાય છે. તેમની કોઇ પણ ગતિવધિનો પ્રભાવ બધી જ રાશિ પર પડે છે.
જ્યોતિષ મુજબ જુલાઈ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ મહિનામાં 5 મોટા ગ્રહોની ગતિવિધિમાં ફેરફાર થવાની છે. કેટલાક ગ્રહો તેમની ગતિ બદલી રહ્યા છે તો કેટલાક રાશિચક્ર બદલી રહ્યા છે. બીજી તરફ જુલાઇ મહિનામાં બુધ ગ્રહ ત્રણ વખત રાશિ પરિવર્તન કરશે. શુક્રના ગોચરના એક દિવસ પહેલા જ શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી મકર રાશિમાં જવાનો છે. શનિનું મકર રાશિમાં ગોચર આજથી 6 દિવસ પછી એટલે કે 12મી જુલાઈએ થવા જઈ રહ્યું છે. 6 દિવસ પછી મકર રાશિમાં ગોચરના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે.
વૃષભ: 12 જુલાઈના રોજ મકર રાશિમાં શનિનું ગોચર ગોચર વૃષભ રાશિના લોકો માટે શુભ દિવસો લઈને આવી રહ્યું છે. તેમના અટકેલા કામો હવે પૂર્ણ થવા લાગશે. નોકરી શોધી રહેલા લોકોની રાહનો અંત આવશે. તેમને નોકરી મળશે. નોકરીયાત લોકોની પ્રગતિ થઈ શકે છે. આ રાશિના જાતકો માટે અણધાર્યા લાભ મળવાની સંભાવના છે. વેપારમાં મોટો ફાયદો થવાનો છે. તેમને સારા સોદા મળી શકે છે. તેમને દરેક બાબતમાં ભાગ્યનો પૂરો સાથ મળશે.
ધન: આર્થિક સ્થિતિ સારી થશે. આ સાથે તેમના અટવાયેલા નાણાં પણ પરત મળશે. શનિ ગોચર તેમના પર વિશેષ લાભ થશે. નોકરી અને વ્યવસાયમાં સારી પ્રગતિ થશે. જો તમે ભાગીદારીમાં કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આ ભાગીદારી સારો નફો આપશે. કરિયરમાં લાભ થશે.
મીન: મકર રાશિમાં શનિનું ગોચર આ રાશિના લોકો માટે શુભ સમય લઈને આવી રહ્યું છે. તેમની અસરથી આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. વેપારીઓનો વેપાર વધશે. નવી નોકરી મળી શકે છે. નોકરીમાં રોકાયેલા લોકોને પ્રમોશન મળી શકે છે અથવા નવી નોકરી માટે ઓફર મળી શકે છે. જૂની બીમારી, વિવાદિત બાબતોથી છુટકારો મળશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.