Monthly Horoscope August 2022: ઓગસ્ટ મહિનો ઘણા લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. ગ્રહો અને નક્ષત્રોના સંયોજનને કારણે કેટલીક રાશિઓનો ભાગ્યદય થશે. જાણો માસિક રાશિફળ


ઓગસ્ટ મહિનો તેની સાથે અનેક રાશિ માટે સારી ખબર લઇને આવ્યો છે. ગ્રહ નક્ષત્રના યોગથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે અને તેના રોકાયેલા કાર્યો સમગ્ર માસ દરમિયાન પૂરા થવાની સંભાવના છે. ઓગસ્ટ મહિનામાં કેટલીક રાશિને સાવધાન રહેવાની પણ સલાહ અપાઇ છે.જાણીએ બારેય રાશિનું રાશિફળ


મેષઃ- મેષ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો મિશ્ર પરિણામ લઈને આવ્યો છે. કાર્યક્ષેત્રમાં નવી તકો મળવાની સંભાવના છે. આ મહિનામાં તમે જેટલી મહેનત કરશો તેટલી જ વધુ સફળતા મળશે. જો કે, આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે, ભાષા પર સંયમ રાખો, નહીંતર સંબંધોમાં ખટાશ આવી શકે છે.


વૃષભ- ઓગસ્ટ મહિનો આ રાશિના લોકોને સકારાત્મક પરિણામ આપશે. તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો થવાની સંભાવના છે. તમે આ મહિને સુખી પારિવારિક જીવન જીવવામાં સફળ થશો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સારું કામ કરશે. જો કે કેતુ, રાહુ અને મંગળની સંયુક્ત દ્રષ્ટિને કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને માનસિક તણાવ જેવી સમસ્યાઓ તમને આ મહિને થોડી પરેશાન કરી શકે છે.


મિથુન – આ રાશિના જાતકોને મિશ્રિત પરિણામ મળશે. સ્વાસ્થ્ય પ્રતિ સજાગ રહેવાની જરૂરત છે. શિક્ષાના ક્ષેત્રમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ મહિનામાં આપનું આર્થિક જીવન સારૂ રહેવાની શક્યતા છે. ઘરના મોટા વૃદ્ધ વડીલોનો ર સહયોગ પ્રાપ્ત થશે. માન સન્માન વધશે.


કર્કઃ- કર્ક રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ ફળદાયી રહેવાનો છે. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે. કરિયરમાં પણ ઘણી નવી તકો મળી શકે છે. આ મહિને તમારા સ્વભાવમાં આવેગ વધી શકે છે, જેની કેટલીક નકારાત્મક અસરો પણ થઈ શકે છે. નાણાકીય રીતે તમને ઓગસ્ટ મહિનામાં ઘણો ફાયદો થશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. પૈતૃક સંપત્તિથી નાણાકીય સ્થિતિ મજબૂત થશે.


સિંહ- જો તમને આ મહિને કેટલાક સકારાત્મક પરિણામો મળશે, તો તમારે કેટલાક ક્ષેત્રોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ મહિનામાં સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે, જેના કારણે તમને વિવિધ ક્ષેત્રોમાં શુભ ફળ મળી શકે છે. મહિનાની શરૂઆતમાં તમારે તમારા પ્રેમ, દાંપત્ય જીવન અને સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે કરિયર, પારિવારિક જીવન વગેરેની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે સુખદ રહેવાનો છે.


કન્યાઃ- કન્યા રાશિના જાતકોએ આ મહિને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. આ મહિનામાં શનિ તમારા પારિવારિક જીવનને પણ પ્રભાવિત કરી શકે છે. તમારું પારિવારિક જીવનમાં તણાવ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં મતભેદ થવાની પણ સંભાવના છે. કરિયરની દૃષ્ટિએ આ મહિનો કન્યા રાશિના લોકો માટે સકારાત્મક પરિણામ આપનારો સાબિત થઈ શકે છે. કુંડળીમાં બુધની મજબૂત સ્થિતિ તમને આ મહિને તમારી કારકિર્દીમાં સફળતા અપાવી શકે છે.


તુલા – આ રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનામાં થોડા ઉતાર –ચઢાવ લઇને આવ્યો છે. રાહુ અને મંગળની યુતિથી અંગારક યોગ બની રહ્યો છે. જેના કારણે આપના સ્વભાવમાં આવેગ આવશે. આ બદલાવનો નકારાત્મક પ્રભાવ આપની કરિયર અને વૈવાહિક જીવનમાં પણ પડશે. પારિવારિક જીવનમાં પરેશાની વધી શકે છે. નાની-નાની વાતોને લઇને વિવાદ થઇ શકે છે. આર્થિક ક્ષેત્ર સકારાત્મક ફળ પ્રાપ્ત થશે.


વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના લોકો માટે આ માસ સકારાત્મક પરિણામ આપવાનો છે. શિક્ષાની દષ્ટીએ આ મહિનો ખાસ રહેવાનો છે. જો કે સ્વાસ્થ્યને લઇને વૃશ્ચિક રાશિના જાતકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વિવાહિત જાતકોના દાંપત્ય જીવન પણ આ મહિને સુખદ રહેશે.


ધન - ધન રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો જીવનના વિવિધ ક્ષેત્રોમાં સારા પરિણામો લઈને આવ્યો છે. તમારી કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત સ્થાન ધરાવે છે. તેનાથી તમે કરિયરના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ મેળવી શકો છો. બેરોજગાર લોકોને આ મહિને નવી નોકરી મળી શકે છે. કેતુના કારણે, તમારે શિક્ષણના ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો મેળવવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે.


મકર- ઓગસ્ટ મહિનો  મકર રાશિના જાતકો માટે એકદમ શુભ રહેવાનો છે. શનિ અને બૃહસ્પતિ આપના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવી શકે છે. મંગળ અને રાહુ અંગારક યોગ બનાવી રહ્યો છે. જેના કારણે સ્વભાવમાં ઉગ્રતા આવશે, પ્રેમજીવન સુખદ રહેશે. બુધની મજબૂત સ્થિતિના કારણે સ્વાસ્થ્ય સારૂ રહેશે.


કુંભઃ- આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સારા પરિણામ મળી શકે છે. બુધ અને સૂર્યના સંયોગને કારણે આ મહિને તમને તમારા કાર્યોમાં સફળતા મળશે. આ સિવાય તમને તમારા લવ પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. ઘરના વડીલોનો પૂરો સહયોગ મળશે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. માનસિક શાંતિ માટે જરૂરી છે કે તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને કોઈપણ વિવાદમાં ન પડો. જીવનસાથી સાથે ચાલી રહેલા કોઈપણ વિવાદનો ઉકેલ આવવાની સંભાવના છે.


મીન - મીન રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો સારા સમાચાર લઈને આવ્યો છે. તમને કારકિર્દીમાં સકારાત્મક પરિણામ મળશે અને તમે સફળ થશો. તમારું પ્રેમ જીવન સુખદ રહેવાની સંભાવના છે. તમને આ મહિને કામની ઘણી નવી તકો મળી શકે છે. લવ લાઈફમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા દૂર થશે. કેટલાક પ્રેમી યુગલો પણ આ મહિને લગ્ન કરવાની યોજના બનાવી શકે છે. આ રાશિના જાતકોએ આ મહિને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.