Jagnnathyatra: આપણી હિન્દુ ઘર્મની પરંપરામાં જળયાત્રાનું વિશેષ મહત્વ છે. પાવન નદીનું જળ લઇને અને બાદ પાવન જળથી જળાભિષેક કરવામાં આવે છે,  અમદાવાદમાં આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઇ છે.




ઉલ્લેખનિય છે કે, 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.  આ પૂર્વે પરંપરાગત રીતે   જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે જળયાત્રા નીકળી છે.  હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્દાળુઓ જોડાયા હતા.  108 કળશ સાથે સાબરમતી નદીના ભુદરના આરે જળનું વિધિવત પૂજા કર્યા બાદ જળયાત્રાનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ અવસરે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા.




અમદાવાદની જગન્નાથજીની આ 147મી રથયાત્રા યોજાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે,  અષાઢ સુદ બીજના દિવસે એટલે કે 7 જુલાઈએ રથયાત્રા યોજાશે.  108 કળશની આ રથયાત્રા મંદિર પહોંચી હતી અને બાદ બળદેવ, ભગવાન જગન્નાથજી, સુભદ્રાબેનો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.  




નોંધનિય છે કે, જળયાત્રા બાદ ભગવાનાનું અભિષેક અને પૂજન બાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવીને શૃંગાર કરવામાં આવશે, બાદ તેઓ 15 દિવસ માટે મોશાળ જશે આ અવસરે મંદિરથી સરસપુર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને વાજતે વાગજે ભગવાનને મોસાળા માટે વિદાય કરાશે.