Ratna Jyotish :જયોતિષ શાસ્ત્ર અનુસાર નીલમ રત્ન રંકને રાજા બનાવી દે છે. આર્થિક લાભ કરાવતા આ રત્નને ઘારણ કરતા પહેલા કુંડલીનો અભ્યાસ કરવો જરૂરી છે.


નીલમ રત્નથી આર્થિક લાભ થવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીથી પણ રાહત આપે છે. ઉપરાંત નોકરી અને વ્યાપારમાં પણ ઉન્નતિ કરાવે છે.


જો કે નીલમ રત્નને ધારણ કરવાની જરૂર ન હોય અને તેને ધારણ કરવામાં આવે તો આ રત્ન વિપરિત પરિણામ પણ આવે છે. તેનાથી દુર્ઘટના અને ધન હાનિનો ભોગ બનવું પડે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


નિલમ આપના માટે શુભ છે કે નહી તે જાણ્યા બાદ જ આ નંગને ધારણ કરવો જોઇએ. નીલમ રત્ન ઘારણ કરતાં પહેલા તેને તકિયા નીચે મૂકીને રાત્રે ઊંઘી જાવ, જો રાત્રે આપને કોઇ ખરાબ સપનુ આવે અને સારી ઊંઘ ન આવે તો સમજી લેવું કે આ રત્ન આપના માટે અશુભ ફળ આપનાર છે.


તેનાથી વિપરિત જો રાત્રે આપને ગાઢ નિંદ્રા આવે અને રાત્રે કોઇ શુભ સપના આવે. શુભ સંકેત મળે તો સમજી લેવું કે આપની ગ્રહ દિશા દશા મુજબ આપના માટે નીલમ રત્ન શુભ ફળ આપનાર છે. જો રત્ન ઘારણ કર્યા બાદ કોઇ અશુભ ઘટના ઘટે તો રત્ન તરત ઉતારી દેવું


Vastu Tips: વાસ્તુ મુજબ તુલસી સહિત આ છોડને આંગણામાં વાવવાથી સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ


Vastu Shastra Lucky Plants For Home: વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ છે, જેના પ્રભાવથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.


      વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ છે, જેના પ્રભાવથી  મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.


વાસ્તુનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. કારણ કે જો આપણું ઘર  વાસ્તુ અનુસાર નિર્માણ પામેલ હોય તો  તો આપણા ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચાર બની રહે છે. જેના અનેક લાભ છે. તો . બીજી તરફ જો ઘર વાસ્તુ અનુસાર બનાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય આપવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે વાસ્તુ દોષોને દૂર કરી શકો છો. આ સાથે તમારા ધન અને સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે.


વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા પ્લાન્ટસ છે. જેના ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. જાણીએ એવા ક્યાં 4 પ્લાન્ટસ છે.









શમીઃ આ છોડ શમી દેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે લોકોની કુંડળીમાં શનિદોષ હોય તેવા લોકોએ પોતાના હાથે શનિનો છોડ લગાવવો જોઈએ. તેમજ તેની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ છોડને લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસા અને ધનધાન્યની  કમી નથી આવતી અને  વાસ્તુ દોષો દૂર થાય છે. આ સાથે શનિ ગ્રહ પણ સકારાત્મક પરિણામ આપે છે.


હળદરઃ આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને મૂકવા માટે શ્રેષ્ઠ સ્થાન ઉત્તર અથવા પૂર્વ દિશા માનવામાં આવે છે. આ છોડની રોજ પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે.


મની ટ્રી અથવા બામ્બુ: તેને જેડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તે દરવાજાની નજીકના પ્રવેશદ્વાર પર અંદરથી સ્થાપિત થયેલ હોવું જોઈએ. આ છોડને તડકામાં કે છાંયડામાં ગમે ત્યાં લગાવી શકાય છે. તે ધનને આકર્ષે છે અને ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે


Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.