Vastu Tips 2024: વર્ષ 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું વર્ષ તેમના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે. નવા વર્ષમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા વર્ષ પર કેટલીક વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ એ કઈ કઈ વસ્તુઓ છે જે તમારે નવા વર્ષમાં તમારા ઘરમાં લાવવી જોઈએ.


વિન્ડ ચાઇમ


વાસ્તુશાસ્ત્રમાં વિન્ડ ચાઇમ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમાંથી નીકળતો મધુર અવાજ આખા ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર કાઢે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. નવા વર્ષના આગમન પર, તમારા ઘર અથવા ઓફિસમાં વિન્ડ ચાઇમ લગાવો. તેને લગાવવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે અને ધન આવે છે.


દર્પણ


વાસ્તુમાં અરીસો એટલે કે દર્પણને  ખૂબ જ શુભ પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેની ખરીદી કરીને ધરની દીવાલ પર લગાવવું શુભ છે. . નવા વર્ષમાં તમારા ઘરમાં એક સુંદર અરીસો લાવો અને તેને ઘરની ઉત્તર દિશામાં લગાવો. જો તમે ઇચ્છો તો ઓફિસમાં તમારી સીટિંગ એરિયામાં મિરર  લગાવી શકો છો. એવું માનવામાં આવે છે કે અરીસો લગાવવાથી આવક ઝડપથી વધે છે.


લાફિંગ બુદ્ધા


વાસ્તુમાં  લાફિંગ બુદ્ધાને સુખ અને સમૃદ્ધિનો ખજાનો માનવામાં આવે છે. ઘરમાં લાફિંગ બુદ્ધા લાવવાથી ખુશીઓ આવે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે. નવા વર્ષ પર તમે તમારા ઘરે લાફિંગ બુદ્ધા પણ લાવી શકો છો. તેને તમારા ડ્રોઈંગ રૂમમાં મુખ્ય દરવાજા તરફ રાખો. લાફિંગ બુદ્ધાને ઘરમાં લાવવાથી તમારા ઘરમાં પૈસાની કમી નથી રહેતી.


બામ્બુ પ્લાન્ટ


વાંસના છોડને સમૃદ્ધિ અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. આ છોડને ઘરના ડ્રોઈંગ રૂમમાં રાખવો જોઈએ. આ સ્થાન પર વાંસનો છોડ રાખવાથી ધન આકર્ષિત થાય છે. વાંસનો છોડ ઘરમાં રાખવાથી તેની અશુભ અસર દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં વાંસનો છોડ રાખવાથી ઘરના તમામ સભ્યો સ્વસ્થ રહે છે.


એક્વેરિયમ


વાસ્તવમાં માછલીઓને સૌભાગ્યની સૂચક માનવામાં આવે છે. ઘરમાં માછલીઘર હોવું સમૃદ્ધિ સૂચવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં માછલીઘર હોય છે ત્યાં ધન અને સમૃદ્ધિ વધે છે અને અશુભ પ્રભાવ દૂર થાય છે. નવા વર્ષમાં તમારા ઘરમાં માછલીઘર લાવો. આ માટે ઉત્તર દિશા પસંદ કરો. ઉત્તર દિશાને સંપત્તિ અને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં એક્વેરિયમ રાખવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો