Budh Gochar 2026: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Vedic Astrology) માં ગ્રહોનું રાશિ પરિવર્તન માનવ જીવન પર ઊંડી અસર કરે છે. બુદ્ધિ, વેપાર અને વાણીના કારક ગણાતા ગ્રહોના રાજકુમાર બુધે (Mercury) આજે શનિવારે પોતાની ચાલ બદલી છે. તારીખ 17 January, 2026 ના રોજ બુધ ગ્રહે ધનુ રાશિમાંથી નીકળીને શનિદેવના સ્વામિત્વવાળી મકર રાશિ (Capricorn) માં પ્રવેશ કર્યો છે. આ ગોચર અમુક રાશિના જાતકો માટે 'સુવર્ણકાળ' સાબિત થવા જઈ રહ્યો છે.

Continues below advertisement

ગોચરનો સમય અને શનિ સાથે મૈત્રી

પ્રખ્યાત જ્યોતિષી અનીશ વ્યાસના જણાવ્યા અનુસાર, બુધે આજે સવારે 10:27 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધ અહીં 3 February, 2026 સુધી બિરાજમાન રહેશે. જ્યોતિષીય ગણતરી મુજબ, શનિ અને બુધ વચ્ચે મિત્રતાનો સંબંધ છે. મકર રાશિ શનિની રાશિ હોવાથી, અહીં બુધનું આગમન બુદ્ધિ અને શિસ્તનો અનોખો સંગમ રચશે. આ સમયગાળામાં લોકોની વિચારસરણી વધુ વ્યવહારુ (Practical Thinking) અને ધીરજવાન બનશે.

Continues below advertisement

આ ૩ રાશિઓનું ભાગ્ય ખુલશે

જોકે આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ નીચે મુજબની 3 રાશિઓ માટે બુધનું મકર રાશિમાં ભ્રમણ વરદાન સમાન સાબિત થશે.

1. મેષ રાશિ (Aries): કરિયરમાં નવી ઉડાન મેષ રાશિના જાતકો માટે બુધ દસમા ભાવમાં (10th House) ગોચર કરી રહ્યો છે. કુંડળીમાં દસમું સ્થાન કરિયર અને પિતાનું ગણાય છે.

લાભ: તમને તમારા કાર્યક્ષેત્રમાં નવી દિશા મળશે. નોકરી-ધંધામાં પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી શીખવાની અને સમજવાની શક્તિમાં વધારો થશે, જે તમને સફળતા તરફ દોરી જશે.

2. વૃષભ રાશિ (Taurus): ભાગ્યનો સાથ વૃષભ રાશિ માટે બુધ નવમા ભાવમાં (9th House) એટલે કે ભાગ્ય સ્થાનમાં પ્રવેશ કરશે.

લાભ: આ સમયગાળામાં તમને નસીબનો પૂરેપૂરો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આર્થિક લાભ (Financial Gains) ની પ્રબળ શક્યતાઓ છે. ધાર્મિક અને વ્યવસાયિક યાત્રાઓ સફળ રહેશે.

3. મકર રાશિ (Capricorn): ધન અને પ્રતિષ્ઠા બુધનું ગોચર તમારી પોતાની રાશિમાં એટલે કે લગ્ન ભાવમાં (1st House) થઈ રહ્યું છે. પ્રથમ ભાવ શરીર અને વ્યક્તિત્વ સાથે જોડાયેલ છે.

લાભ: મકર રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમયગાળામાં તમને અચાનક ધનલાભ થવાના યોગ છે. વેપારમાં લીધેલા નિર્ણયો સચોટ સાબિત થશે.