Remedies Of Rice: ધનની દેવી મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો વિવિધ ટોટકા કરે છે.આમાં ચોખાના ટોટકા અને ઉપાયો ખૂબ જ ફાયદાકારક થતા હોય છે. પૂજામાં ચોખાનો ઉપયોગ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહે છે અને અક્ષત એટલે અખંડ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીવનમાં ઘણી વખત ગ્રહોના અવરોધોને કારણે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ચોખાના કેટલાક ટોટકા અજમાવીને ગ્રહને મજબૂત બનાવી શકાય છે. ચોખાની આ યુક્તિઓથી ધન મળવાની શક્યતાઓ પણ બનવા લાગે છે. ચોખાના ટોટકા કરવાથી પણ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે.આવો જાણીએ ચોખા સાથે જોડાયેલા આ ટોટકાઓ વિશે.
ચોખાના ફાયદાકારક ટોટકા
પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવીને ચંદ્રદેવને અર્પણ કરો. આમ કરવાથી ચંદ્રદેવ પ્રસન્ન થશે અને તમને ધન સહિત અનેક લાભ મળશે.
ગુરુવારે મીઠા પીળા ચોખાને કેસર સાથે બનાવો.અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ભોગ ધરાવો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને દેવી લક્ષ્મીની કૃપાથી પૈસાની કોઈ કમી રહેતી નથી.
જો પૈસા તમારી પાસે આવે છે પરંતુ ટકતા નથી તો ચોખાના 7 આખા દાણા લાલ કપડામાં લપેટીને તમારા પર્સમાં રાખો. આનાથી પૈસા તમારી પાસે રહેવા લાગશે.
દરરોજ સવારે ઉઠીને એક મુઠ્ઠીભર ચોખા તળાવમાં નાખો જ્યાં માછલીઓ હોય તેવા તળાવમાં. આ પછી તમારા દેવતાનું સ્મરણ કરો અને તમારી પરેશાનીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. આમ કરવાથી તમારી સમસ્યાઓ દુર થશે અને ધનની પ્રાપ્તિ થશે.
ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ઘરની મહિલા સદસ્ય શુક્રવારના દિવસે કોઈ અન્ય સ્ત્રીને ચોખાનું દાન કરે. આવું કરવું શુભ માનવામાં આવે છે.
પિતૃ દોષથી છુટકારો મેળવવો હોય તો મંગળવારે રાંધેલા ભાત અને કઢીનો ભંડારો કરો.
શનિ દોષથી બચવા માટે ચોખામાં કાળા તલ મિશ્રિત દાન કરો.
સૂર્ય દોષ દૂર કરવા માટે ચોખામાં થોડી હળદર મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્પણ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.