શોધખોળ કરો

વ્રજની હોળીમાં મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધની માંગણી, હોળી રમવા મામલે ઇસ્માલ શું કહે છે

Holi 2025: મથુરાના ઋષિ-મુનિઓએ માંગ કરી છે કે, મહાકુંભની જેમ બ્રજની હોળીમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો જોઈએ. ભાજપ અને VHPએ સંતોની આ માંગને સમર્થન આપ્યું છે.

Holi 2025: પ્રયાગરાજ મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ બાદ હવે વ્રજની હોળીને લઈને નવી માંગણીઓ ઉઠી રહી છે. મથુરાના સંતોએ વ્રજની હોળીમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ સનાતન વિરુદ્ધનું ષડયંત્ર છે. હોળીને લઈને સંતો દ્વારા આવી માંગ કરવામાં આવી છે, ત્યારે સવાલ એ થાય છે કે હોળી રમવા વિશે ઈસ્લામ શું કહે છે?

સમાજવાદી પાર્ટીએ મથુરાના સંતોની આ માંગને ભાજપ-આરએસએસ સાથે જોડી દીધી છે. જ્યારે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદે ઋષિ-મુનિઓની માંગને સમર્થન આપ્યું છે. બિહારના ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે કહ્યું કે જે લોકોને મદરેસામાં શીખવવામાં આવે છે કે ચહેરા પર રંગ લગાવવામાં આવશે તો અલ્લાહ તેમને સજા આપશે, તેમણે રંગોના તહેવારમાં ન જવું જોઈએ. VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે જેહાદી માનસિકતાથી બચવાની જરૂર છે.

મુસ્લિમ ધર્મગુરુઓ પણ હોળી પર એકમત નથી

મુસ્લિમ ધર્મગુરુઓ પણ હોળી રમવા અંગે એકમત નથી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત તરફથી બ્રજની હોળીમાં મુસ્લિમો પર પ્રતિબંધને ગેરબંધારણીય કહેવામાં આવી રહ્યો છે. જ્યારે ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનનું કહેવું છે કે ઈસ્લામમાં કોઈપણ રીતે હોળી યોગ્ય નથી. તેથી મુસ્લિમોએ બ્રજમાં હોળી ન રમવી  જોઈએ.

હોળી રમવા વિશે ઇસ્લામ શું કહે છે?

વાસ્તવમાં, ઇસ્લામમાં કોઈપણ તહેવાર અથવા પરંપરા શરિયતના નિયમો પર આધારિત છે. ઇસ્લામમાં બિન-ઇસ્લામિક ધાર્મિક પ્રથાઓમાં ભાગ લેવા અંગે વિદ્વાનોના મંતવ્યો અલગ-અલગ છે, પરંતુ મુસ્લિમ વિદ્વાનો સામાન્ય રીતે ભલામણ કરે છે કે, મુસ્લિમોએ અન્ય ધર્મની ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ નહીં. હા, મુસ્લિમો તેમના બિન-મુસ્લિમ મિત્રો અને પડોશીઓને તેમના તહેવારો પર શુભેચ્છા પાઠવી શકે છે, પરંતુ આવા તહેવારોને ધાર્મિક રીતે ઉજવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ રીતે, શરિયતમાં શરીર પર રંગ લગાવવાનું કોઈ વર્ણન નથી. કેટલાક નિષ્ણાતો કહે છે કે જો હોળી માત્ર રંગોની રમત હોત અને તેનું કોઈ ધાર્મિક મહત્વ ન હોત તો તેને સામાન્ય મનોરંજન તરીકે જોઈ શકાયું હોત. તે ધાર્મિક તહેવાર હોવાથી તેમાં હાજરી આપવાનું ટાળવું જોઈએ.

પ્રયાગરાજ મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ

આ પહેલા યુપીની યોગી સરકારે પ્રયાગરાજ મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સીએમ યોગીએ કહ્યું હતું કે દેશ, ભારતીયતા અને સનાતન પરંપરા પ્રત્યે આદર  ધરાવતા લોકોએ અહીં આવવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે અહીં કોઈ પણ આવી શકે છે. આ એક એવી જગ્યા છે જ્યાં જાતિ અને સંપ્રદાયની દિવાલો અદૃશ્ય થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Advertisement

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ઓલરાઉન્ડર; કોચે કર્યો ખુલાસો
IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ઓલરાઉન્ડર; કોચે કર્યો ખુલાસો
Embed widget