Vastu Tips for Wealth: વાસ્તુ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન બને તો આપણા જીવનમાં અનેક મુશ્કેલી સર્જાઇ શકે છે  સાથે જ ગરીબીને નોતરે છે અને જે ઘરમાં બરકત નથી રહેતી. ત્યાંથી માતા લક્ષ્મીનો વાસ થતો નથી.  બીજી તરફ જો ઘર વાસ્તુશાસ્ત્ર દ્વારા બનાવવામાં આવ્યું હોય તો તે ઘરમાં હંમેશા આશીર્વાદ બની રહે છે. ઉપરાંત, ત્યાં હંમેશા ધનના દેવતા કુબેરનો વાસ રહે છે.


વાસ્તુશાસ્ત્રમાં કેટલાક આવા નાના ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સુધારી શકાય છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે, આ ઉપાયોની મદદથી આર્થિક સંકટને ખૂબ જ જલ્દી દૂર કરી શકાય છે. કહેવાય છે કે આ ઉપાયોથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. આ વાસ્તુ નુસખાઓ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવો જાણીએ કયા છે આ ઉપાયો...


ઘણા લોકોના ઘરમાં ફળો અને ખાદ્યપદાર્થો આ રીતે સડતા રહે છે. કહેવાય છે કે આવી સ્થિતિને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે અને ધનનું આગમન બંધ થઈ જાય છે. તેથી તમારા ઘરમાં જે પણ સડેલી ખાદ્ય સામગ્રી છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો અને ત્યારબાદ ઘરમાં તે જ વસ્તુઓ લાવો જેની જરૂરૂ  હોય .


પીળો રંગ પૂર્વ બાજુની દિવાલ પર હોવો જોઈએ


વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશાની દીવાલ પર પીળો રંગ હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ દિશામાંથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે અને દીવાલ પર પીળો રંગ  શુભતાનો સંકેત  છે, તેનાથી   ધનનું આગમન થાય છે. તો ઘરની કે છે. તો ઘરની પૂર્વ દિવાલને પીળા રંગથી રંગવાનો આગ્રહ રાખો, તે ખૂબ અસરકારક માનવામાં આવે છે.


દરવાજા પર લાલ દોરી બાંધો


એવું માનવામાં આવે છે કે, દરવાજા પર લાલ દોરી લગાવવી એ ખૂબ જ શુભ અને સરળ ઉપાય છે. આ સરળ ઉપાય કરવાથી ઘરમાં ધનનો વરસાદ થઈ શકે છે. દરવાજાની જમણી બાજુએ લાલ દોરી બાંધવીને આપ લક્ષ્મીની કૃપા મેળવી શકો છો.


ધનના આગમનના નાના અવસરને અવોઇડ ન કરો


એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં ધન આવવાની શરૂઆત થાય છે, ત્યારે ધીમે-ધીમે પૈસા ઘરમાં પ્રવેશતા જાય છે. કહેવાય છે કે જે લોકો ઓછા પૈસા જોઈને નનૈયો ભણે છે.  તેમને અપાર સંપત્તિ નથી મળતી. તેથી ઓછા પૈસા આનંદથી સ્વીકારતા શીખો. નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે અને ઘરમાં ધન પ્રાપ્તિના અન્ય શુભ અવસરો પ્રાપ્ત થતાં રહે છે. .