વાસ્તુ: વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક વસ્તુનું એક નિશ્ચિત સ્થાન છે. જો વાસ્તુ મુજબ જ ઘર, દુકાન કે ઓફિસમાં વસ્તુઓ મૂકવામાં આવે તો તેનો પ્રભાવ જીવન પર પડે છે અને સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. શૂ રેક યોગ્ય સ્થાને ન રાખવાથી ધનનો વ્યય થાય છે. ધન સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડે છે.
શૂ રેક કઇ દિશામાં હોવી જોઇએ
વાસ્તુશાસ્ત્ર મુજબ શૂ રેક દક્ષિણ દિશામાં રાખી શકાય ઉપરાંત. દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, અથવા તો પશ્ચિમ દિશામાં પણ જૂતા ચપ્પલ રાખી શકાય છે.
શૂ રેકને ઢાંકીને રાખો
શક્ય હોય તો પેક દરવાજાવાળું જ શૂ રેક પસંદ કરો. નહિતો શૂ રેકને ઢાંકીને રાખો. શૂ રેકને ખુલ્લી રાખવાથી પણ અવળું પરિણામ મળે છે.
ઇન્ટરવ્યુ આપવા જાવ તો આ વાતનું ધ્યાન રાખો
જોબ માટે ઇન્ટરવ્યુ આપવા જતાં હો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો. નવા જૂતા ચપ્પલ પહેરીને જ જોબ ઇન્ટરવ્યુ માટે જવું. ફાટેલ તૂટેલ જૂતા પહેરવાથી પણ ધાર્યુ પરિણામ નથી મળતું. ભૂરા રંગના જૂતા ચપ્પલને અવોઇડ કરવા જોઇએ, તેનાથી કાર્યમાં વિઘ્નો આવે છે. આ સાથે જ જૂતા ચપ્પલને જેમ તેમ ન ફેંકવા જોઇએ. જૂતા ચંપ્પલને અસ્તવ્યસ્ત ફેંકવાથી કે રાખવાથી છૂપા શત્રુ હાવિ થવાની કોશિશ કરે છે.
Vastu Tips: Shoe Rack ઘરમાં ક્યાં હોવી જોઇએ? ભૂલથી પણ આ દિશામાં ન મૂકશો, નહિ તો થશે નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2021 02:56 PM (IST)
Place of Shoe Rack: શૂ એટલે કે જૂતા જો યોગ્ય સ્થાન પર ન હોય તો તેનાથી પણ ભાગ્ય પ્રભાવિત થાય છે. ખોટી જગ્યાએ જૂતા રાખવાથી ધન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -