આજે શબરી જયંતિ પણ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ગોચર  કરી રહ્યો છે. આજે કેટલીક  રાશિના જાતકોએ આરોગ્ય અને પૈસાની દ્રષ્ટિએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જાણીએ 12 રાશિના જાતકોનું આજનું રાશિફળ મેષ- આજે નવી જવાબદારીઓ તમારા ખભા પર આવી શકે છે, તેથી તમારી જાતને માનસિક રીતે તૈયાર રાખવી પડશે. કર્મચારી વર્ગે કામ પર  કામ પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું  જરૂરી બની રહેશે, ધંધાની હાલત ધીરે ધીરે સુધરી રહી હોય તેવું લાગે છે. વેપારીઓએ ધૈર્ય ગુમાવવું જોઈએ નહીં અને હાલ કોઇ મોટું રોકાણ ન કરવું.  તો અત્યાર સુધી કરવામાં આવેલી સખત મહેનતનું પરિણામ હાથની બહાર નીકળી શકે છે. આંખમાં દુખાવો અને બળતરાની સમસ્યાઓ સર્જાઇ શકે છે. પરિવાર સાથે સમય પસાર કરો અને દેવીની પૂજા કરો. માનસિક શાંતિનો અનુભવ થશે. વૃષભ - આ દિવસે આર્થિક લાભ થશે. જો તમારે કોઈ જગ્યાએ મોટું રોકાણ કરવું હોય તો તમે પ્લાનિંગ કરી શકો છો. મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પ્રમોશનની તકો જોવા મળી રહી છે. મિથુન- આપને આ દિવસે બિનજરૂરી ખર્ચ અંગે સભાન રહેવું પડશે, નહીં તો બજેટ બગડી શકે છે. કોર્ટ કોર્ટના કેસોમાં સાવધાની રાખવી પડે છે. પરિસ્થિતિઓ જલ્દીથી અનુકૂળ બની રહેશે. કરોડરજ્જુ અને કમરના દુખાવાની તકલીફ સર્જાઇ શકે છે. અકસ્માતથી સાવધાન રહેવું. કર્ક - આજે વધુ આળસ તમારૂં  કામ બગાડી શકે છે. ધ્યાનમાં રાખો કે તમારે મહત્વપૂર્ણ કાર્યોમાં સક્રિય રહેવું પડશે. ઓફિસમાં વર્ક લોડ વધી શકે છે. . વેપારીઓને હવે વ્યવસાયમાં પરિવર્તન લાવવાની જરૂર છે. નવા યોજના બનાવવાનો યોગ્ય સમય છે, તમને જલ્દી સફળતા મળશે. યુવા વર્ગોએ વિવાદોથી દૂર રહેવું. સિંહ- આજના  દિવસે કોઈ પણ પ્રકારના રિજેકશનને આપ આપની  નિષ્ફળતા ન માનશો. તમારે યોગ્ય સમયની રાહ જોવી પડશે. પરિસ્થિતિઓ જલ્દીથી અનુકૂળ બનશે.  આજે, કોસ્મેટિક ઉદ્યોગપતિઓને ઇચ્છિત નફો મળે તેવી સંભાવના છે. કન્યા- પોતાનું કામ પાર પાડવા માટે બીજા પર ભરોસો રાખશો તો પસ્તાવવું પડશે. ધૈર્ય અને ખંતથી કામ કરશો તો સફળતા મળશે. વાદ વિવાદથી દૂર રહેવું. તુલા - આજે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો તમારો ગુસ્સો તમને નુકસાન પહોંચાડી શકે છે. ઓફિસના કામ પ્રત્યેની બેદરકારી ભારે પડી શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી વૃશ્ચિક- જો  આપને આજે ગરીબોની મદદ કરવાની તક મળે તો આ તક ગુમાવશો નહીં. વ્યવસાયમાં બદલાવ આવી શકે છે. ઘરમાં કોઇ માંગલિક કાર્ય પણ થઇ શકે છે. માતા-પિતાએ સંતાનનું વિશેષ ઘ્યાન રાખવું હિતાવહ રહેશે. ધનુ- ભવિષ્ય વિશે વધુ વિચારીને ખુદને પરેશાન ન કરો. આજીવિકા માટે ઠોસ પ્લાનિંગ બનાવવાની જરૂર છે. નર્સરી સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે,. પેટ સંબંધિત બીમારીથી  પરેશાની વધી શકે છે. મકર- જાહેર જીવન સાથે જોડાયેલા લોકોનું સમાજમાં માન, સન્માન, કિર્તી વધી શકે છે. સહકર્મી સાથે વર્તન કરવામાં સાવધાની રાખવી જરૂરી નહિ તો બોસના ગુસ્સાનો ભોગ બની શકો છો. કોઇપણ પ્રકારના આર્થિક વ્યવહાર કરતા સમયે કાળજી રાખવી જરૂરી. કુંભ- આજનું કામ કાલ પણ ન છોડશો. નહીં તો નુકસાન વેઠવું પડશે. ઘરની વાતને ઓફિસમાં કોઇ સાથે શેર ન કરશો નહી તો હાંસીપાત્ર બની શકો છો. મોટા વેપારીઓને આજે લાભ મળી શકે છે. સુપાચ્ય ભોજન કરવાનું પસંદ કરો નહી તો પાચન સંબંધિત સમસ્યા સર્જાઇ શકે છે. મીન-જો આજના દિવસે પરિવારના કોઇ સભ્યનો બર્થ ડે કે મેરેજ એનિવર્સરી હોય તો ભેટ આપવાનું ન ભૂલો તેની લાભ થશે. કામ પ્રત્યેની આળસના કારણે મોટું નુકસાન થઇ શકે છે. આજે નોકરી માટે અપ્લાય કરવાનો પણ સારો સમય છે.