જ્યારે ગાય સૂર્યાસ્ત પહેલા ઘરે પરત ફરતી હોય ત્યારે તેમના ચાલવાથી ધૂળ ઉડે છે. તે સમય ગોધૂલી વેળા કહેવાય છે. આ સમય માંગલિક કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. આ સમયે વિવાહ સહિતના કરવામાં આવેલા કાર્યો શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ગોધૂલી કાળ લગ્નના દોષને દૂર કરે છે. આ ઉપરાંત ગોચર કરી રહેલા ગ્રહોના કારણે થતા અનિષ્ટોથી મુક્ત રાખે છે. ઉપરાંત અનેક પ્રકારના દોષનો નાશ કરે છે.


ગોધૂલી વેળાનો સંબંધ ઘરે પાછા ફરવા સંબંધિત છે. પશુધનની સાથે ગોવાળો અને અન્ય લોકો પણ ઘરે પરત ફરી રહ્યા હોય છે. પક્ષીઓ માળા તરફ આવી રહ્યા છે. આને કારણે આ સમયે ઉત્સાહ અને આનંદની સ્થિતિ બને છે. સામાન્ય દોષ સરળતાથી નાશ પામે છે. ઘરના લોકો તેમના પ્રિયજનોને મળીને ખુશ થાય છે. આ સમયે વાછરડા ગૌમાતા સાથે મળીને ખુશ થાય છે. જે ગોધૂલી વેળા તરીકે ઓળખાય છે.શાસ્ત્રોમાં ગોધૂલી લગ્નને માન્યતા આપી છે.

नो वा योगो न मृतिभवनं नैव जामित्र दोषो।

गोधूलिः सा मुनिभिरुदिता सर्वकार्येषु शस्ता।।

ગોધૂલી સંધ્યા કાળની પૂર્વ સ્થિતિ છે. આ સમયે આકાશમાં સૂર્યના કિરણો સોનેરી હોય છે.