હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથની સૌથી નાની આંગળીના નીચેના ભાગમાં લગ્નની રેખા હોય છે. કેટલાક લોકોને આ સ્થાને એકથી વધુ રેખા હોય છે. હસ્તરેખાના જાણકાર મુજબ કોઇ સ્રી કે પુરૂષના પ્રેમ સંબંધ વિશે જાણવા માટે મુખ્ય રીતે શુક્ર પર્વત, હૃદય રેખા, લગ્ન રેખાને જોવામાં આવે છે.
હસ્તરેખા વિજ્ઞાન મુજબ જે વ્યક્તિના હાથમાં મેરેજ લાઇન જેટલી હોય છે. તેટલા તેમના લવ અફેર હોય છે. જો કોઇ વ્યક્તિના હાથમાં 3 વિવાહ રેખા હોય, જે 2 ઘાટી હોય અને એક આછી હોય તો આ રેખા 2 લવ અફેર અને એક લગ્નને સૂચવે છે.
જો કોઇ વ્યક્તિના હાથમાં વિવાહ રેખા હૃદય રેખાને કાપીને નીચેની તરફ આવતી હોય તો આવી વ્યક્તિના લવ મેરેજ થાય છે પરંતુ લવ મેરેજ બાદ પરેશાની વધે છે. જ્યારે હથેળીમાં હૃદય રેખાને કોઇ અન્ય રેખા કાપે છે તો પ્રેમીઓનું મળવું મુશ્કેલ હોય છે.
લગ્નની રેખા જો સ્પષ્ટ અને ઊંડી હોય તો તે સુંદર દામ્પત્ય જીવન સૂચવે છે. જ્યારે રેખા આછી કે તૂટેલી હોય તો લગ્નજીવનમાં અડચણને સૂચવે છે.