Makar Sankranti 2021 Date and Time: પંચાગ અનુસાર મકર સંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરી, 2021ના રોજ મનાવાશે. ધાર્મિક ગ્રંથોમાં મકર સંક્રાંતિનું પર્વ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ દિવસે બનતાં શુભ યોગમાં પૂજા,  સ્નાન અને દાન કરવાથી અનેક પ્રકારની મુસીબતોથી છૂટકારો મળે છે. ઉપરાંત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત મકર સંક્રાંતિનું પર્વ અનેક પ્રકારના દોષોને પણ દૂર કરે છે.
કાલસર્પ અને પિતૃદોષ શાંત થાય છે
કુંભનું પ્રથમ સ્નાન 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના અવસર પ થાય છે. કુંભનું આયોજન આ વખતે હરિદ્વારમાં થઈ રહ્યું છે. મકર સંક્રાંતિ પર પવિત્ર નદીમાં સ્નાન મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. કુંભ સ્નાન કરવાથી કાલસર્પ અને પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે.
રાહુ-કેતુના કારણે કાલસર્પ અને પિતૃદોષ બને છે. જે લોકોની જન્મકુંડળીમાં આ દોષ હોય છે તેમને દરેક કાર્યમાં વિઘ્નો આવે છે. જોબ અને બિઝનેસમાં કઠોર પરિશ્રમ કરવા છતાં ધારી સફળતા નથી મળતી. જીવનમાં ધનની તંગી રહે છે. જમા મૂડી નાશ પામે છે. રોગ ઘર કરી લે છે.
મકર સંક્રાંતિ પર બની રહ્યો છે વિશેષ યોગ
મકર સંક્રાંતિના પર્વ પર 5 ગ્રહનો વિશેષ યોગ બની રહ્યો છે. આ દિવસે મકર રાશિમાં સૂર્યની સાથે, શનિ, ગુરુ, બુધ અને ચંદ્ર એક સાથે બિરાજમાન હશે. આ દિવસે બપોરે 13:48:57 થી 15:07:41 સુધી રાહુ કાળ રહેશે. રાહુ કાળમાં શુભ કાર્ય નથી કરી શકાતા.
સંક્રાંતિ પર પુણ્ય કાળ
મકર સંક્રાંતિ પર પુણ્ય કાળનું વિશેષ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે પુણ્ય કાળમાં પૂજા અને દાન વગેરે કાર્ય કરવાથી મકર સંક્રાંતિનો લાભ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય સવારે 8.20 કલાકે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. પંચાંગ અનુસાર મકર સંક્રાંતિનું પુણ્યકાળ સૂર્યાસ્ત સુધી બની રહેશે.


રાશિફળ 12 જાન્યુઆરીઃ ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિત આજે તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો તમારું રાશિફળ