કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ
મૌની અમાસ નિમિત્તે તલ, તલ, તલનું તેલ, આમળા, કપડાં, અરીસાઓ, સોના અને દૂધ આપતી ગાય વગેરેનું દાન કરવામાં આવે છે. આ સાથે ગરમ કપડા, દૂધ, ખીર વગેરેનું દાન પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરાયેલા દાનથી વિશેષ ફળ મળે છે.
તારીખ અને શુભ સમય
પંચાગ મુજબ મૌની અમાસ 11 ફેબ્રુઆરી ગુરુવારે બપોરે 01:10:48 થી શરૂ થશે અને 12 ફેબ્રુઆરીના રોજ 00:37:12 સુધી ચાલુ રહેશે.
મૌની અમાસના દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરો અને ત્યારબાદ લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો. આ ખૂબ જ પુણ્યનુ કાર્ય માનવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી તમારા જીવનની સમસ્યાઓથી મુક્તિ મળે છે અને મોટામાં મોટી પરેશાનીનો પણ અંત આવી જાય છે.
આ ઉપરાંત મૌની અમાસ પર કીડીઓને ખાંડ અને લોટ નાખવો જોઈએ. આમ કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની લોકવાયકા છે.
આ દિવસ કાર્લસર્પ દોષ નિવારણ માટે પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો તો ચાંદીના નાના નાગ નાગિનની જોડી બનાવીને પૂજન કરો અને ત્યારબાદ નદીમાં તેને પ્રવાહિત કરી દો. તેનાથી તમારા કાલસર્પ દોષના ખરાબ પ્રભાવથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
મૌની અમાસના દિવસે ચોખાની ખીર બનાવીને તેને ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીને ભોગ અર્પિત કરવો જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ આવું કરવાથી તમારા ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે.
કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળા કે વડના ઝાડનું પૂજન કરો. મૌની અમાસના દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન અને જાપ કરવો જોઈએ.