ગ્રહોની અશુભતા આ રીતે કરો દૂર
જ્યોતિષશાસ્ત્ર મુજબ જન્મકુંડળીમાં વિરાજમાન કેટલાક ગ્રહોને મજબૂત કરી લેવામાં આવે તો ધનના મામલે આવતી મુશ્કેલીઓ ઘણા અંશે દૂર કરી શકાય છે. બુધ, શુક્ર અને ગુરુ ગ્રહ વ્યક્તિને ધનના મામલે મજબૂતી આપે છે. આ ગ્રહોની અશુભતા દૂર કરવામાં આવે તો ધન સાથે જોડાયેલી પરેશાની દૂર કરી શકાય છે. આ ગ્રહ શુભ હોવા પર વ્યક્તિને કરોડપતિ પણ બનાવી શકાય છે.
નબળા ગ્રહો આર્થિક પરેશાની વધારે છે
કુંડળીમાં રહેલા અશુભ ગ્રહ ધન સંબંધી સમસ્યા ઉભી કરે છે. આ ગ્રહો પર જો પાપ ગ્રહોની દ્રષ્ટિ પડી જાય તો સ્થિતિ વધુ બગડી જાય છે. જેના કારણે વ્યક્તિના કાર્યોમાં સફળતા મળતી નથી. જોબ, કરિયર, બિઝનેસમાં અડચણો આવવા લાગે છે.
ગ્રહોને આ રીતે બનાવો શુભ
બુધઃ આ ગ્રહ બુદ્ધિનો કારક છે. તેનો સંબંધ બિઝનેસ અને ટેકનોલોજી સાથે છે. આ ગ્રહની અશુભતા દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. બુધવારના દિવસે કાળા રંગની ગાયને મીઠાઈ ખવડાવવી જોઈએ.
શુક્રઃ આ ગ્રહનો સંબંધ સુખ સુવિધા સાથે છે. શુક્ર જ્યારે સારી સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય છે. આ ગ્રહની અશુભતા દૂર કરવા લક્ષ્મીજીની પૂજા કવી જોઈએ. સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. મહિલાઓનું સન્માન કરવાથી શુક્ર શુભ ફળ આપે છે.
ગુરુઃ આ ગ્રહને દેવતાઓનો ગુરુ પણ કહેવામાં આવે છે. આ ગ્રહને મજબૂત બનાવવા માટે વડીલોનું સન્માન કરો, ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત કરો. તેમને ખુશ રાખો. ગરીબોને દાન કરો. જો કોઈને વાયદો કર્યો હોય તો જરૂર પૂરો કરો. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ગુરુ પ્રસન્ન થાય છે.