Paush Purnima 2021: આવતીકાલે પોષી પૂનમા છે. હિન્દુ ધર્મમાં તેને લઈ અનેક માન્યતા છે. આવતીકાલથી એક મહિના માટે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ કાંઠે કલ્પવાસ શરૂ થશે. આસ્થામાં ડૂબવા માટે લાખો ભક્તો પહોંચશે.


માનતા થાય છે પૂરી

કલ્પવાસ કરનારા લોકો માટે સ્વર્ગના દરવાજા ખુલતા હોવાની માન્યતા છે. એમ કહેવાય છે કે, પ્રયાગના સંગમ તટ પર એક મહિનો કલ્પવાસ પૂરો કરવાથી મનોકામના પૂરી થાય છે. જો કોઈ વ્યક્તિ તીર્થ કે પવિત્ર સ્થાનો પર સ્નાન ન કરી શકે તો પોતાના ઘરે ગંગાજળથી સ્નાન કરી શકે તેમ પણ કહેવાય છે. આ અવસર પર એક સમયનું વ્રત પણ જરૂર રાખવું જોઈએ.

જે લોકો તીર્થ સ્નાન કરતા હોય તેમણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ તેમ કહેવાય છે. પોષ મહિનામાં તીર્થ સ્થાનનું મહત્વ છે, તેનાથી વિશેષ પુણ્ય મળતું હોવાનું કહેવાય છે.

શું કહે છે જ્યોતિષાચાર્યો

પૂર્ણિમા તિથિ 28 જાન્યુઆરીએ રાતે 1.30 વાગ્યથી શરૂ થઈને 29 જાન્યુઆરી રાતે 12.45 સુધી રહેશે. જ્યોતિષાચાર્યોના કહેવા મુજબ, પોષી પૂનમ પર શુભ યોગ, સ્વાર્થસિદ્ધી અમૃત યોગ, પ્રીતિ યોગ બની રહ્યો છે. કલ્પવાસ કરનારા લોકો પર તેની ઘણી સારી અસર જોવા મળે છે અને માનસિક ઉર્જા મળે છે.

રાશિફળ 27 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ