શનિની મહાદશા, સાડાસાતિ, ઢૈયા જે લોકો પર ચાલી રહી હોય તેમણે વર્ષ 2021માં વધુ સાવધાન રહેવાની જરૂર છે. વર્ષ 2021માં શનિની ચાલ પર કોઇ ફર્ક પડવાનો નથી, તેમ છતાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.


શનિની સાતડાસાતી

શનિની સાડાસાતીનું નામ સાંભળીને લોકોને પરસેવો છૂટી જાય છે. આ સમયે ધન, મકર અને કુંભ રાશિ પર સાડાસાતી ચાલી રહી છે. તેથી શનિની અશુભતાને ઓછી કરવા મંગળવાર અને શનિવાર આ બે દિવસ દરમિયાન શનિનો ઉપોય કરવો જોઈએ.

શનિની ઢૈયા

મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. તેથી મિથુન અને તુલા રાશિના લોકોએ શનિ દેવ નારાજ થાય તેવું કોઇ કામ ન કરવું જોઈએ. શનિની ઢૈયા દરમિયાન શનિ દેવને પ્રસન્ન રાખવાની કોશિશ કરવી જોઈએ.

શનિ દેવનો પ્રભાવ

શનિ દેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાય પ્રિય માનવામાં આવ્યા છે. શનિની મહાદશા, સાડા સાતી કે ઢૈયા દરમિયાન વ્યક્તિએ વધારે કષ્ટ ભોગવવા પડે છે. શનિ વ્યક્તિના કર્મોના આધારે ફળ આપે છે. વ્યક્તિના સારા-ખરાબ કર્મોના આધારે ફળ મળે છે.

શનિની વર્ષ 2021માં સ્થિતિ

જ્યોતિષ ગણના તથા પંચાગ મુજબ હાલ શનિ દેવ મકર રાશિમાં છે. વર્ષ 2021માં શનિનું કોઇ રાશિમાં પરિવર્તન થવાનું નથી. નવા વર્ષમાં કોઇ ગોચર નથી. નવા વર્ષમાં શનિ દેવનું માત્ર નક્ષત્ર પરિવર્તન થશે. 2021માં પણ શનિ મકર રાશિમાં રહેશે. 22 જાન્યુઆરી 2021ના રોજ શનિ શ્રવણ નક્ષત્રમાં આવશે.

શનિ ઉપાય

શનિ જ્યારે અશુભ ફળ આપવા લાગે ત્યારે તેનો ઉપાય કરવો ખૂબ જરૂરી છે. શનિ અશુભ થાય ત્યારે ધન હાનિ, રોગ, ઋણ, માનહાનિ જેવા ફળ મળે છે. શનિને શાંત રાખવા માટે વ્યક્તિએ મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને દાન કરવું જોઈએ. નબળા વ્યક્તિને પરેશાન કરવાથી શનિ દેવ નારાજ થઈ જાય છે.