જ્યોતિષ:ભૌતિક સુખ સંપદાનો કારક શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહ 15 ફેબ્રુઆરીથી 61 દિવસ સુધી અસ્ત થઇ ગયો છે. આ ગ્રહનો ઉદય હવે 61 દિવસ બાદ થશે. જ્યોતિષ મુજબ શુક્ર અસ્ત થતાં સાત રાશિ, મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મીન પર અસર જોવા મળશે, સાત રાશિ પર શું પ્રભાવ પડશે જાણીએ
મેષ: મેષ રાશિના જાતકને થોડું સાવધાન રહેવાની જરૂર છે. શુક્ર અસ્ત થવાથી કાર્યક્ષેત્ર પર ખરાબ અસર થઇ શકે છે. આર્થિક સ્થિતિ બગડી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વૃષભ: પદ પ્રતિષ્ઠા અને માન સન્માનને નુકસાન થઇ શકે છે. આર્થિક મામલે સાવધાની રાખવાની જરૂર છે. ઉધાર આપવાથી બચો. હાલ કોઇ જગ્યાએ રોકાણ કરવાનું મુલતવી રાખો.
કર્ક:શુભ કાર્ય કરવાનો સારો સમય નથી. વાદ વિવાદથી બચો. યોગ્ય નિર્ણય લેવાથી કરિયરમાં યોગ્ય પરિણામ મળી શકશે. ધન સંબંધિત મામલે સ્થિતિ સામાન્ય રહેશે.
કન્યા:કન્યા રાશિના જાતકે શક્રના અસ્ત થતાં ઘણા ઉતાર ચઢાવમાંથી પસાર થવું પડે. ખોટી સંગતથી પરેશાની વધી શકે છે. બિનજરૂરી ધન ખર્ચથી બચો.
તુલા: શુક્ર અસ્ત થવાથી તુલા રાશિના જાતકના કામ પર ખૂબ જ વિપરિત અસર પડી શકે છે. લગ્નજીવનમાં વાત મુશ્કેલી ઉભી થઇ શકે છે. લગ્નની વાત ચાલતી હોય તો તેમાં પણ વિઘ્ન આવી શકે છે.
વૃશ્ચિક: આ રાશિના જાતકે માનસિક શાંતિ જાળવવી પડશે. આ સમયમાં માનસિક તણાવ વધી શકે છે. નોકરીમાં બદલાવની શક્યતા પણ જોવાઇ રહી છે. દેવાથી મુક્તિ મળી શકે છે. જો કે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે. ખોટા વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ છે.
મીન: અસ્ત શુક્ર ધન રાશિના જાતક માટે શુભ પરિણામ લાવી શકે છે. અચાનક ધન લાભના યોગ બની શકે છે. ભાઇ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. જો કે અચાનક અણધાર્યો ખર્ચ આવી જતાં ખર્ચમાં વધારો થશે.
શુક્ર અસ્ત 2021: 61 દિવસ માટે શુક્ર થયો અસ્ત, 2 મહિના આ 7 રાશિના લોકો રહે સાવધાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2021 04:37 PM (IST)
ભૌતિક સુખ સંપદાનો કારક શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહ 15 ફેબ્રુઆરીથી 61 દિવસ સુધી અસ્ત થઇ ગયો છે. આ ગ્રહનો ઉદય હવે 61 દિવસ બાદ થશે. જ્યોતિષ મુજબ શુક્રના અસ્ત થવાની આ 7 રાશિ પર અસર થશે. શું છે પડશે પ્રભાવ જાણીએ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -