ઘણા લોકો તેમના પૂર્વજોની તસવીરો ઘરમાં લગાવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આ તસવીરોને ઘરમાં લગાવવાથી તેમના આશીર્વાદ ઘર-પરિવાર પર રહે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૂર્વજોની તસવીર લગાવતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો અનેક પ્રકારની પરેશાની થઈ શકે છે.
- ક્યારેય પૂર્વજોની તસવીરો દેવી-દેવતાઓ સાથે ન લગાવવી જોઈએ. એ વાત અલગ છે કે આપણા પૂર્વજો પણ દેવતાઓની જેવા શક્તિશાળી હોય છે પરંતુ તેમને દેવતાઓ સમકક્ષ માનવામાં આવતા નથી. આમ કરવાથી દેવદોષ લાગે છે અને દેવી-દેવતાઓના શુભ ફળ પણ આપણને મળતાં નથી.
- વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય પૂર્વજોની તસવીરો બેડરૂમમાં અથવા રસોડામાં ના મૂકવી જોઈએ. બેડરૂમમાં અથવા રસોડામાં પૂર્વજોની તસવીર મુકવાથી પારિવારિક તકરાર વધવા લાગે છે અને સુખ અને સમૃદ્ધિ પણ ઓછી થાય છે.
- ઘરના મધ્ય ભાગમાં કોઈએ ક્યારેય પૂર્વજોની તસવીર ન મૂકવી જોઈએ. કારણ કે આવું કરવાથી માન-સન્માનમાં ઘટાડો થાય છે.
- ઘરના જીવતા લોકો સાથે ઘરના પૂર્વજોની તસવીરો ક્યારેય જોડવી ન જોઈએ. કારણ કે આમ કરવાથી જીવંત વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે. જે જીવંત વ્યક્તિનું જીવન ઘટાડે છે.
- પૂર્વજોની તસવીરો ક્યારેય ઘરમાં લટકાવી કે ઝૂલતી ન રહેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિનું જીવનની પ્રગતિ અટકી જાય છે.
પૂર્વજોની તસવીરો ઘરમાં ક્યાં લગાવવી જોઈએ?
વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂર્વજોની તસવીરો હંમેશા ઘરના ઉત્તરીય ભાગના રૂમમાં સ્થાપિત થવી જોઈએ. જો આ શક્ય ન હોય તો પછી ઘરના પૂર્વજોનું ચિત્ર ઉત્તર દિવાલ પર લગાવવું જોઈએય
Vastu Tips: જો તમે ઘરમાં આ જગ્યાએ લગાવો છો પૂર્વજોનો ફોટો તો થઈ જાવ સાવધાન, નહીંતર.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2021 12:08 PM (IST)
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૂર્વજોની તસવીર લગાવતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો અનેક પ્રકારની પરેશાની થઈ શકે છે.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -