વાસ્તુ:ઘરનું ઇન્ટીરિયર કરતા પહેલા વાસ્તુના નિયમો જાણવા અનિવાર્ય છે. વાસ્તુમાં દરેક ઘરની ઘર વખરી માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યાં છે. તો ઘરમાં ધન ધાન્યની સમૃદ્ધિ માટે કઇ દિશામાં તિજોરી રાખી શકાય. વાસ્તુશાસ્ત્ર શું કહે છે? જાણીએ....
ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનો રખ રખાવની સાથે તેમની દિશા કઇ હોવી જોઇએ તેનું પણ વાસ્તુમાં મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ખોટી દિશામાં વસ્તુ રાખવામાં આવે તો વાસ્તુ દોષ સર્જાય છે. તેનાથી રોગ, કષ્ટ, ધનનો વ્યય જેવી અનેક સમસ્યા પણ ઉત્પન થાય છે. તો ચાલો થોડું વાસ્તુ જાણી લઇએ.
ઉત્તર દિશા: વાસ્તુ મુજબ ઉત્તર દિશાને કુબેરનું સ્થાન માનવામાં આવે છે. ઘરમાં ઉતર દિશામાં અલમારી, તિજોરી રાખવી શુભ મનાય છે. ઉપરાંત ઘરમાં ઉત્તર દિશામાં કોઇ અન્ય વસ્તુ પણ ન રાખવી..
પૂર્વ દિશા: વાસ્તુ મુજબ પૂર્વ દિશામાં સૂર્ય અને ઇન્દ્ર દેવનો વાસ છે. તેથી આ સ્થાનને હંમેશા ખાલી જ રાખવું જોઇએ. નવું ઘર બનાવતા હો તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે, આ સ્થાને સવારના સૂર્યના કિરણો આવવા જરૂરી છે.
દક્ષિણ દિશા: વાસ્તુ મુજબ ઘરની દક્ષિણ દિશામાં હંમેશા ભારે સામાન રાખવો જોઇએ.દક્ષિણ દિશામાં ક્યારેય ટોઇલેટ-બાથરૂમ ન હોવું જોઇએ. તેનાથી ઘરની સુખ શાંતિનો ભંગ થાય છે.
પશ્ચિમ દિશા: બાથરૂમ અને ટોઇલેટ બનાવવા માટે આ દિશા યોગ્ય માનવામાં આવે છે. આ પશ્ચિમ દિશામાં કિચન પણ બનાવી શકો છો. જો કે આ સમયે ધ્યાન રાખો કે. ટોઇલેટ અને કિચન બાજુ-બાજુમાં ન આવે.
ઇશાન ખૂણો: ઇશાન ખૂણો ભગવાન શિવનો મનાય છે એટલા માટે ઘરમાં ઇશાન ખૂણામાં પૂજાઘર રાખી શકાય. આ દિશાને સ્વામી ગુરૂની દિશા પણ માનવામાં આવે છે.
Vastu Tips: ઘરમાં કઇ દિશામાં કઇ વસ્તુ રાખશો? દક્ષિણ ખૂણાનો ઉપયોગ ભૂલથી પણ આ કામ માટે ન કરશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Feb 2021 04:28 PM (IST)
ઘરનું ઇન્ટીરિયર કરતા પહેલા વાસ્તુના નિયમો જાણવા અનિવાર્ય છે. વાસ્તુમાં દરેક ઘરની ઘર વખરી માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યાં છે. તો ઘરમાં ધન ધાન્યની સમૃદ્ધિ માટે કઇ દિશામાં તિજોરી રાખી શકાય. વાસ્તુશાસ્ત્ર શું કહે છે? જાણીએ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -