Char Dham Yatra: ચાર ધામ યાત્રા દરમિયાન જો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં અથવા કોઈ રોગને કારણે મૃત્યુ પામે છે, તો તેને વળતર મળી શકે છે. પરંતુ આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.


ચાર ધામ યાત્રાનો (char dham yatra) પ્રારંભ થયો છે, લાખો શ્રદ્ધાળુઓ યાત્રા માટે તેમના ઘર છોડીને ગયા છે. ચાર ધામ યાત્રા દરમિયાન અનેક લોકોના મોતના (death) સમાચાર પણ સાંભળવા મળી રહ્યા છે. આમાંના મોટાભાગના શ્રદ્ધાળુઓ હાર્ટ એટેકને (heart attack) કારણે મૃત્યુ પામે છે જ્યારે કેટલાક મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે પણ થાય છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો, જો ચાર ધામ યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેને વળતર (compensasion) મળે છે કે નહીં? માહિતી અનુસાર, જો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સંકુલમાં જે લોકો કોઈ અકસ્માતનો ભોગ બને છે, તો તેમને ₹1 લાખ સુધીનું વીમા કવચ મળે છે.


વીમા કવચ મળશે


તમને જણાવી દઈએ કે જો મુસાફર પાસે અકસ્માત વીમો છે, તો વીમા કંપની પોલિસીની શરતો અનુસાર વળતર ચૂકવશે. આ સિવાય ઉત્તરાખંડ સરકાર મૃતકના પરિવારના સભ્યોને સરકારી યોજનાઓ મુજબ આર્થિક સહાય પૂરી પાડે છે. વળતર મેળવવા માટે, તમારે પહેલા સ્થાનિક સત્તાવાળાઓ અથવા પોલીસને અકસ્માતની જાણ કરવી પડશે. આ ઉપરાંત, તમારે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું જોઈએ, જો તમારી પાસે અકસ્માત વીમો છે, તો વીમા કંપનીએ તમને દાવો કરવો પડશે. આ સિવાય તમે મદદ માટે NGO નો પણ સંપર્ક કરી શકો છો.


અકસ્માત વિશે માહિતી આપો


અહીં કેટલીક ઉપયોગી સંસ્થાઓ છે. તમે મુખ્યમંત્રી રાહત ફંડની વેબસાઇટ https://cmrf.uk.gov.in/ અને ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ https://usdma.uk.gov.in/ પર જઈને મદદ મેળવી શકો છો. પ્રશાસને ચાર ધામ યાત્રા દરમિયાન હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. જે 24 કલાક કાર્યરત રહે છે જેથી યાત્રિકોની સમસ્યાનું નિરાકરણ આવી શકે. તમે હેલ્પલાઇન નંબરની મદદથી પણ અકસ્માત વિશે માહિતી આપી શકો છો. જે લોકોનું મૃત્યુ તીર્થ યાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના, સડક દુર્ઘટના, પશુ હુમલાના કારણે થયું હોય અથવા મૃત્યુનું કારણ કોઈ બીમારી હોય તો જ વળતર મળશે.