Guru Mangal Ardhkendra Yoga : જ્યોતિષશાસ્ત્રમાં મંગળ અને ગુરુ બંનેને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. હવે મકરસંક્રાંતિના દિવસે બંને અર્ધ કેન્દ્ર યોગ રચવા જઈ રહ્યા છે. ગુરુ અને મંગળનો અર્ધ કેન્દ્ર યોગ તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે, પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેનો દરેક ક્ષેત્રમાં લાભ મળશે. આવો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.


મંગળ અને ગુરુને જ્યોતિષશાસ્ત્રમાં બે મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. જ્યોતિષમાં મંગળને હિંમત, બહાદુરી, ઉર્જા, યુદ્ધ, સેના અને બહાદુરીનો કારક માનવામાં આવે છે. જ્યારે ગુરુને દેવતાઓના ગુરુ કહેવામાં આવે છે. ગુરુને ધન, લગ્ન, કલ્યાણ, સંતાન, જ્ઞાન, સલાહ, દયા, સત્ય, ધૈર્ય અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે.


વૈદિક પંચાગ અનુસાર મુજબ મકરસંક્રાંતિના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ મંગળ અને ગુરુ સવારે 5.32 કલાકે અર્ધ કેન્દ્ર યોગ રચશે. મતલબ કે બંને એકબીજાથી 45 ડિગ્રી પર હશે. મંગળ અને ગુરુ દ્વારા અર્ધ કેન્દ્ર યોગની રચના જ્યોતિષશાસ્ત્રની તમામ 12 રાશિઓ પર અસર કરશે. મંગળ અને ગુરુનો અર્ધ કેન્દ્ર યોગ બનવાથી કેટલીક રાશિઓને લાભ થશે.


કન્યા રાશિ


કન્યા રાશિના જાતકો માટે ગુરુ અને મંગળનો અર્ધ કેન્દ્રીય યોગ વિશેષ પરિણામ આપનાર સાબિત થઈ શકે છે. કન્યા રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. ભાગ્ય તમારા સાથમાં રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તમને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.


તુલા રાશિ


તુલા રાશિના જાતકો માટે ગુરુ અને મંગળનો અર્ધ કેન્દ્રીય યોગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તુલા રાશિના લોકો કામકાજ માટે પ્રવાસ કરી શકે છે. આ યાત્રા સારી સફળતા અપાવી શકે છે. નોકરીની નવી તકો મળી શકે છે. વેપારમાં ઘણો ફાયદો થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો.


કુંભ રાશિ


કુંભ રાશિના જાતકો માટે ગુરુ અને મંગળનો અર્ધ કેન્દ્રીય યોગ ખૂબ જ સાનુકૂળ સાબિત થવાનો છે. તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં વધુ સારી સંભાવનાઓ બની શકે છે. નોકરીમાં બદલાવની પણ શક્યતાઓ છે. વેપાર કરતા લોકોને સારો નફો મળી શકે છે.  


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 


શનિવારના દિવસે કરો શનિદેવની પૂજા, ક્યારેય ન ખરીદો આ વસ્તુઓ, જાણો