Guru Purnima 2023: ગુરુનું ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે  વિવિધ આશ્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી છે. આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.  કહેવામાં આવે છે કે ગુરુ હંમેશા પ્રકાશ તેમજ જ્ઞાનનો માર્ગ દર્શાવે છે ત્યારે આજે તમામ શિષ્યો પોતાના ગુરુના આશીર્વાદ લઈ જીવનમાં સાચા માર્ગ ઉપર ચાલવાની પ્રતિજ્ઞા લે છે.


બગદાણામાં દેશભરમાંથી ઉમટ્યાં શ્રદ્ધાળુઓ


ગુરુપૂર્ણિમા ઉત્સવની નિમિત્તે પાવન ધામ બગદાણામાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું છે. હજારો ભાવિ ભક્તો આજે ગુરુપૂર્ણિમાની ધામધમપૂર્વક ઉજવણી કરી ભક્તિના રંગે રંગાશે. બગડ નદીને કાંઠે બિરાજતા બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આજે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ બગદાણા આવી રહ્યા છે. 




દ્વારાકામાં ભક્તોનું ઘોડાપૂર


આજે ગુરુ પૂર્ણિમા હોય વહેલી સવારથી જ જગત મંદિરે ભાવિકોની ભીડ ઉમટી છે. વહેલી સવારથી દ્વારકા મંદિર જતા રસ્તાઓ પર ચિક્કાર માનવ મેદની ઉમટી છે. 56 સી ડી વિસ્તાર અને ગોમતી ઘાટ પર વહેલી સવારથી જ ભાવિકોની લાઈનો લાગી છે. આજે પૂનમ ભરી દર્શન કરવા આવતા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


શામળિયાને સોનાના આભૂષણોનો કરાયો શણગાર


આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવાય છે, આ દિવસે ગુરૂ પૂજનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે કેટલાક ભક્તો ગુરૂ ગાદી જ્યારે કેટલાક ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન કરી ગુરુ પૂર્ણિમા ઉજવતા હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટયા હતા અને પોતાના ગુરૂ અને આરાધ્ય દેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળીયાને સોનાના આભૂષણો અને સોનેરી ઝરીના વસ્ત્રોથી સાજ શણગાર કરાયા હતા તેમજ નિજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તો ધન્ય બન્યા હતા.




મા અંબાને પણ ઘણા લોકો માને છે ગુરુ


જગતજનની માં અંબા ને દરેક લોકો ગુરુ તરીકે માનતા હોય છે. અને આજે ગુરુપૂર્ણિમા દિવશે અંબાજી માં ભક્તિમય માહૌલ જોવા મળ્યો હતો. માઇભક્તો દૂર દૂર થી આજે અંબાજી આવી માતાજી ના દર્શન અને આશીર્વાદ લેવા હજારો ની સંખ્યા માં અંબાજી મંદિર આવી પહુચ્યા હતા. અંબાજી મંદિર માં માઇભક્તો ના જય જય અંબે ના નાધ થી ગુંજી ઉધ્યું હતું.


રાજકોટના રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે ભકતો ઉમટયા

ગુરૂ પૂર્ણિમાને લઈ રાજકોટના રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે ભકતો ઉમટ્યા છે. રાજકોટના પુજ્ય રણછોડદાસ આશ્રમ ખાતે ભક્તોની લાંબી લાઈન લાગી છે. વહેલી સવારથી ભક્તો રણછોડદાસજી આશ્રમ ખાતે પહોંચ્યા હતા.સૌરાષ્ટ્ર ભરમાંથી આજે ભાવિકો પૂજ્ય રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે આવી રહ્યા છે.