નવ સંવત્સર 2079 શનિવાર એટલે કે 2 એપ્રિલથી તેની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે વૈદિક પંચાગ અનુસાર આ સંવત્સરનું નામ નલ છે અને તેના સ્વામી શુક્ર દેવ છે. હકિકતમાં દરેક હિન્દુ નવા વર્ષના પોતાના રાજા,મંત્રી અને મંત્રી મંડળ હોય છે. તો આ વખતે નવા વર્ષના રાજા શનિ અને મંત્રી ગુરુ છે. આ વર્ષે નવુ વર્ષ સંવત 2079ની શરૂઆત એવી દુર્લભ સંયોગમાં થઈ છે, જે 1500 વર્ષથી પછી બન્યો છે. તેથી આ નવા વર્ષનું મહત્વ વધુ વધી ગયુ છે. આવો જાણીએ કે આ સંવત્સર કઈ રાશિઓ માટે શુભ સાબિત થશે અને શનિ દેવ કઈ રાશિ પર પોતાની કૃપા વરસાવી શકે છે.
ધન રાશિ: આ નવું વર્ષ ધન રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ વર્ષના રાજા શનિદેવ છે અને 29 એપ્રિલે શનિનું કુંભ રાશિમાં ગોચર થતાં જ ધન રાશિના લોકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. આ સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટકેલા કામો પૂર્ણ થશે. વેપારમાં મોટો ફાયદો થશે. નવી નોકરીની ઓફર આવી શકે છે. આ ઉપરાંત, જો તમે નોકરી કરી રહ્યા છો, તો તમને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે.
મિથુન રાશિ: તમારા ઉપર શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે. કારણ કે જેવા શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, તેવી જ તમને શનિદેવની ઢૈયામાંથી મુક્તિ મળશે. સાથે જ તમને બિઝનેસ અને કરિયરમાં સારી સફળતા મળશે. નવા વ્યવસાયિક સંબંધો બનશે, તમારા વેપારનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. તો બીજી તરફ, જે ડીલ ઘણા સમયથી અટકી પડી હતી તે ફાઇનલ થઈ શકે છે.
તુલા રાશિ: આ રાશિના જાતકોને પ્રગતિના નવા માર્ગો ખુલશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. જૂના રોગોથી છુટકારો મળશે. તમને વાહન અને મિલકતનું સુખ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં કોઈ યોજના સફળ થઈ શકે છે. આ ઉપરાંત શનિનું ગોચર થતાં જ તમને ઢૈયાના પ્રકોપથી પણ મુક્તિ મળી જશે. જેના કારણે તમને તમારા કરિયરમાં નવી તકો મળશે. વેપાર ધંધામાં પ્રગતિ થશે. શનિદેવ આ હિંદુ નવા વર્ષના રાજા છે અને તુલા રાશિમાં શુક્રનું શાસન છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ અને શુક્ર વચ્ચે મિત્રતાની ભાવના છે. તેથી, આ હિન્દુ નવું વર્ષ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.