Holika Dahan 2021:હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. આ કારણે જ હોલિકાના તહેવારને ભક્તિના વિજય તેમજ આસુરી શક્તિના પરાજયનું પર્વ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી.જો કે ભગવાન વિષ્ણની કૃપાથી હોલિકા અગ્નિમાં બળી ગઇ અને પ્રહલાદ બચી ગયો. જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક એવા કાર્ય છે જેને હોલિકા દહનને કરવા વર્જિત છે.
શું ન કરવું જોઇએ?
જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે કોઇને પણ પૈસા ઉધાર ન આપવા જોઇએ. આવું કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલી આવે છે અને ઘનની કમી અનુભવાય છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે મહિલાઓ સંતાનની રક્ષા માટે ઉપવાસ કરે છે. આ વ્રત કરવાથી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. (Holika dahan) હોલિકા દહનના દિવસે માતાનું અપમાન કરવાથી પણ દરિદ્રતા આવે છે. આજના દિવસે માતાને ઉપહાર આપવાથી પ્રગતિ થાય છે અને વિષ્ણુના વિશેષ આશિષ મળે છે અને ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય છે.
શું ન ખાવું જોઇએ?
જ્યોતિષાચાર્યના જણાવ્યાં મુજબ હોલિકા દહનના દિવસે ગળી રોટલી ખાવી જોઇએ. આવું કરવાથી ઉન્નતીનો અવસર મળે છે. હોલિકા દહનના દિવસે હોળીમાં આ રોટી શેકીને પ્રસાદરૂપે પણ લઇ શકાય છે. આજના દિવસે એટલે કે (Holika dahan) હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુ ચોખા, દહી, દુધ, વગેરેનું સેવન કરવુ વર્જિત છે. હોલિકા દહનના દિવસે કાળા ચણાનું સેવન કરવું લાભકારી છે. કાળા ચણાનું સેવન કરવાથી શનિદેનવની કૃપા પ્રાપ્ત થાય છે. આ નિયમને હોલિકા દહન સમયે અનુસરવાથી ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થશે અને જીવનના સંકટ દૂર થશે.