પ્રાર્થનામાં અસીમ શક્તિ રહેલી છે. કહેવાય છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય અફળ નથી જતી. પ્રાર્થના બળે જ નરસિંહે પરમ શક્તિ સાથે તાદમ્ય સાધ્યું હતું. તો આજે પ્રાર્થનાની પરમ શક્તિ અને તેના ફળદાયી પરિણામ વિશે જાણીએ....
દુનિયામાં દરેક મનુષ્ય તેના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરે છે. કર્મ કરે છે. મનુષ્ય ધન, યશ, કિર્તી, કે પછી પ્રેમના વૈભવથી જિંદગીને સુખમય બનાવવાના મનોરથ સેવે છે પરંતુ દરેકની ઇચ્છા પૂર્ણ નથી થતી. મનુષ્યનો એવો સ્વભાવ છે કે તે દુ:ખની ઘડીમાં જ ઇશ્વરને યાદ કરે છે. જિંદગીના કપરા સમયે તે આરાધ્યના શરણે પહોંચી જાય છે અને પ્રાર્થના કરે છે. ઇષ્ટને પોકારે છે. આત્માની પરમાત્મા સાથેની આ દિલની વાતને જ પ્રાર્થના કહે છે. કેટલીક વખત જિંદગીમાં એવી અણધારી ઘટના બને છે કે, મનુષ્યે ફેકેલા બધા જ પાસા ઉલટા પડે છે આ સમયે હારી થાકીને મનુષ્ય આખરે પરમાત્માના શરણે જાય છે. અને ઇચ્છાપૂર્તિની કામના કરે છે.
કુદરતની રોશનીમાં એવી શક્તિ છે કે, તે અમાસને પૂનમ કરી દે પરંતુ જરૂર છે. આપણે જાણીએ છીએ કે પ્રાર્થનાનું ફળ અતુલ્ય અણમોલ છે. પ્રાર્થનાથી અનંત જ્ઞાન, અનંત શક્તિ, આત્માશુદ્ધિ અને પરમાત્માનું સામિપ્ય અનુભવી શકાય છે. ડૂબતાનો તારણહાર અને સંજીવની પ્રાર્થના જ છે.
જો કે આ અમોઘ શકતિની પ્રાપ્તિ બધાને નથી થતી. દુ:ખ અને દ્રરિતાથી પિડીત ભાવિક આરાધ્યના શરણે તો પહોંચે છે પરંતુ દરેકની પ્રાર્થના સફળ નથી થતી. કુદરત તેની પ્રાર્થના ન સાંભળતાં નિરાશ ભાવિકને ખાલી હાથે જ પરત ફરવું પડે છે. પ્રાર્થનાની અસીમ શક્તિનો લાભ લેવા માટેના કેટલાક નિયમો છે જેને અનુસરવાથી પ્રાર્થના અવશ્ય સિદ્ધ થાય છે અને ભાવિકની જોલી ખુશીઓથી સભર થઇ જાય છે.