ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
યોગાનંદજી સૌપ્રથમ તેમની 17 વર્ષની ઉંમરે શ્રી યુક્તેશ્વરજીને બનારસમાં મળ્યા હતા. તેમનાં હૃદયમાં, તેમના ગુરુને મેળવવાની અદમ્ય અભિપ્સા હતી.

ઈશ્વરપ્રાપ્ત ગુરુ નશ્વરતાને લીધે નષ્ટ થતા નથી. મૃત્યુના સમયે તેઓ સંપૂર્ણ સભાન અવસ્થામાં માનવ શરીરમાંથી વિદાય લે છે, આ ક્રિયા મહાસમાધિ કહેવાય છે.
માર્ચ મહિનામાં ક્રિયાયોગ પરંપરાના બે અદ્વિતીય સંતોની મહાસમાધિ—આધ્યાત્મિક પુસ્તક “યોગીકથામૃત” ના લેખક શ્રી શ્રી પરમહંસ યોગાનંદની ક્રિયા મહાસમાધિ તારીખઃ માર્ચ 7, 1952 અને તેમના ગુરુ શ્રી શ્રી યુક્તેશ્વર ગિરિ, “કૈવલ્ય દર્શનમ્” ના લેખકની ક્રિયા મહાસમાધિ તારીખઃ 9, 1936 – ના રોજ ઉજવવામાં આવે છે.
પરંતુ બંને ગુરુઓએ તેમના વર્તમાન અને ભવિષ્યમાં આવનારા શિષ્યો માટે સર્વવ્યાપી રહેવાની પ્રતિજ્ઞા લીધા વિના શરીર છોડ્યું નથી. યોગાનંદજીએ 97 વર્ષ એક કવિતામાં તેમજ તેમના ભક્તોના હૃદયમાં અનંતકાળ માટે લખ્યું હતું કે, " હું અદૃશ્ય સ્વરૂપે તમારી સાથે સાથે ચાલીશ અને અદૃશ્ય હાથો વડે તમારું રક્ષણ કરીશ.”
યોગાનંદજી સૌપ્રથમ તેમની 17 વર્ષની ઉંમરે શ્રી યુક્તેશ્વરજીને બનારસમાં મળ્યા હતા. તેમનાં હૃદયમાં, તેમના ગુરુને મેળવવાની અદમ્ય અભિપ્સા હતી. અને જ્યારે તેમને બનારસની ગલીમાં મળ્યા, ત્યારે યોગાનંદજી તેમના ગુરુની કડક શિસ્ત નીચે દૃઢ રહ્યા. શ્રી યુક્તેશ્વરજી દ્વારા આ યુવાનને વિશ્વભરમાં માન્યતાપ્રાપ્ત ગુરુ બનવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યો, અને કે જે માન્યતા પછીનાં વર્ષો તેમને મળવી નિશ્ચિત હતી. તેમના મહાન ગુરુ શ્રી યુક્તેશ્વર ગિરિજીએ, અદ્વિતીય એવા મહાવતાર બાબાજી દ્વારા સોંપવામાં આવેલું ઉત્તરદાયિત્વ દિવ્ય રીતે પૂર્ણ કર્યું –કે જે એક યુવાન સાધુને ક્રિયાયોગનો પશ્ચિમમાં સમુદ્ર પર્યન્ત પ્રચાર-પ્રસાર કરવા માટે તૈયાર કરવા માટેનું હતું. ક્રિયાયોગનો 30 મિનિટનો અભ્યાસ એ કુદરતી માનવઉત્ક્રાંતિના એક વર્ષના સમય જેટલો છે.
ક્રિયાયોગના પ્રભાવ સૌથી મોટો પુરાવો, પરમહંસ યોગાનંદની મહાસમાધિ હતી. મૃત્યુ પછીના 20 દિવસ પછી પણ તેમનું શરીર વિઘટનના કોઈ પણ લક્ષણો દર્શાવતું નથી. શબઘરના નિર્દેશક શ્રી હૅરી ટી. રૉવે એ નોંધ્યું છે કે, પરમહંસ યોગાનંદજીનું શરીર “અપરિવર્તનશીલતાની અસાધારણ સ્થિતિ” માં રહ્યું હતું. મહાન ગુરુ મૃત્યુમાં પણ એ સાબિત કરી રહ્યા હતા કે, જે તેમના જીવનમાં પણ વિદ્યમાન હતું—યોગ અને ધ્યાન દ્વારા પ્રકૃતિની શક્તિઓ ઉપર પ્રભુત્વ મેળવવું શક્ય છે.
યોગીકથામૃતમાં વર્ણવ્યા અનુસાર ક્રિયાયોગ એ એક એવો અભ્યાસ છે, જે પ્રત્યેક શ્વાસોચ્છ્વાસ સાથે લોહીમાંના કાર્બનતત્ત્વને દૂર કરે છે, અને એ રીતે શરીરના ઘસારાને અટકાવે છે. તે એક પ્રાચીન વિજ્ઞાન છે, જે કૃષ્ણભગવાને અર્જુનને પ્રદાન કર્યું હતું, અને પછીથી પતંજલિ ઋષિ અને બીજાઓને. પ્રવર્તમાન યુગમાં, મહાવતાર બાબાજીએ તે જ્ઞાન લાહિરી મહાશયને આપ્યું હતું, અને ત્યારબાદ ક્રમશઃ શ્રી યોગાનંદજીના ગુરુ શ્રી યુક્તેશ્વરજીને પ્રાપ્ત થયું હતું.
શ્રી યુક્તેશ્વરજીએ ક્રિયાયોગના ઉપદેશોનો પ્રચાર-પ્રસાર કરવા ઉપર ભાર મૂક્યો હતો. અંતતઃ આ ઉપદેશનો પ્રચાર-પ્રસાર આવશ્યક હતો. તેથી યોગાનંદજીએ ઈ.સ. 1917 માં રાંચી ખાતે યોગદા સત્સંગ સોસાયટીની, તેમજ ઈ.સ. 1920 માં લૉસ એન્જિલિસ, અમેરિકા ખાતે સેલ્ફ-રીઅલાઈઝેશન ફેલોશીપની સ્થાપના કરી. કોઈ પણ વ્યક્તિ યોગદા આશ્રમો દ્વારા ગૃહ-અભ્યાસ માટેના પાઠો માટે આવેદન કરી શકે છે, કે જે ધ્યાનની આ વૈજ્ઞાનિક પ્રવિધિમાં કુશળતા મેળવવા માટે ક્રમવાર સૂચનાઓ પ્રદાન કરે છે.
પરમહંસજીના શબ્દોમાં, “જ્યારે હું વિદાય લઈશ ત્યારે, ક્રિયાયોગ ઉપદેશ જ ગુરુ બનશે…ઉપદેશો દ્વારા તમે મારા તેમજ મહાન ગુરુઓ સાથે સંપર્ક પ્રસ્થાપિત કરી શકશો, કે જેમણે મને મોકલ્યો છે.”
લેખક-નેહા પ્રકાશ
ટોપ સ્ટોરી



















