Navratri 2022: નવરાત્રી દરમિયાન બીજ મંત્રો સાથે મા દુર્ગાના સ્વરૂપોની પૂજા કરવાથી ફળ મળવાની શક્યતા અનેકગણી વધી જાય છે. બીજ મંત્રોનું પોતાનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે વિશ્વના દરેક જીવની ઉત્પત્તિ બીજમાંથી થઈ છે. બીજને જીવનની ઉત્પત્તિનું કારક માનવામાં આવે છે. પૂજા દરમિયાન પાઠ કરવામાં આવતા બીજ મંત્રો પણ આવી જ રીતે કાર્ય કરે છે.
બીજ મંત્ર શું છે ?
હિન્દુ ધર્મ અનુસાર, તમામ દેવી-દેવતાઓના સંપૂર્ણ મંત્રોનું પ્રતિનિધિત્વ કરતા શબ્દને બીજ મંત્ર કહેવામાં આવે છે. બીજ મંત્રોને તમામ વૈદિક મંત્રોનો સાર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર "ઓમ" ને સૌથી મોટો બીજ મંત્ર માનવામાં આવે છે. બીજ મંત્રોને તમામ મંત્રોની પ્રાણશક્તિ માનવામાં આવે છે, જેના ઉપયોગથી મંત્રોની શક્તિ અનેકગણી વધી જાય છે.
બીજ મંત્રોના જાપ કરવાની રીત
નવરાત્રીના દિવસોમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોના બીજ મંત્રોનો સવારે 4 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી જાપ કરવો જોઈએ. આ મંત્રોનો જાપ દરરોજ 1100 વાર તુલસી અથવા લાલ ચંદનની માળાથી કરવો જોઈએ. આ રીતે 9 દિવસ સુધી 9 હજાર મંત્રનો જાપ કરવાનો નિયમ છે.
દુર્ગા નવમી પર યજ્ઞ કરો
નવરાત્રીના અંતિમ દિવસે એટલે કે નવમી તિથિએ 251 મંત્રોનો યજ્ઞ કરવો જોઈએ. આમ કરવાથી જપનું ફળ જલ્દી મળવા લાગે છે.
9 દેવીઓના 9 બીજ મંત્ર
1- શૈલપુત્રી - ह्रीं शिवायै नमः
2- બ્રહ્મચારિણી - ह्रीं श्री अम्बिकायै नम:
3- ચંદ્રઘંટા - ऐं श्रीं शक्तयै नम:
4- કુષ્માંડા ऐं ह्री देव्यै नम:
5- સ્કંદમાતા - ह्रीं क्लीं स्वमिन्यै नम:
6- કાત્યાયની - क्लीं श्री त्रिनेत्रायै नम:
7- કાલરાત્રી - क्लीं ऐं श्री कालिकायै नम:
8- મહાગૌરી - श्री क्लीं ह्रीं वरदायै नम:
9- સિદ્ધિદાત્રી - ह्रीं क्लीं ऐं सिद्धये नम: ।।
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
Navratri Puja 2022: આ વર્ષે દેવી હાથી પર સવાર થઈને આવશે, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત
Navratri 2022 Puja: નવરાત્રીમાં 9 રંગોનું છે વિશેષ મહત્વ, જાણો માતાજીને કયા નોરતે કયો રંગ છે પસંદ