Rashi Gochar: દેવતાઓના ગુરુ એક વર્ષ પછી ગુરુ 1 મેના રોજ બપોરે 12:57 મિનિટ પર ગોચર કરી  તેમની શત્રુ રાશિ વૃષભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ગ્રહોના રાશિચક્રમાં થતા પરિવર્તનની રાશિઓ પર ક્યારેક સારી અને ક્યારેક ખરાબ અસર પડે છે. આ અસર કેટલીક રાશિઓ પર વધુ પડી શકે છે. વૃષભમાં ગુરુના સંક્રમણને કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. ચાલો જાણીએ કે વૃષભ રાશિમાં ગુરુના ગોચરને કારણે કઈ છ રાશિઓને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.


વર્ષ 2024 દરમિયાન વૃષભ રાશિમાં જ ગુરુ ગોચર કરશે જેનાથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે. એમ કહી શકાય કે વર્ષ 2024 આ રાશિઓ માટે અનુકૂળ સાબિત થશે. 


વૃષભમાં ગુરુનું ગોચર


મિથુનઃ- મિથુન રાશિના જાતકોને વૃષભમાં ગુરુના સંક્રમણને કારણે પ્રવાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે મુસાફરી સાવધાની સાથે કરો. આ સાથે ખરાબ સમયને કારણે દેવું વધવાનો ભય છે.


કર્કઃ- કર્ક રાશિના લોકોએ પોતાના વિરોધીઓ પર નજર રાખવી જોઈએ. આ સમયે દુશ્મનો નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. આ સાથે જીવનસાથી સાથે મતભેદ વધવાનો પણ ભય છે.


સિંહઃ- સિંહ રાશિના લોકોને આ સમયે ખર્ચમાં વધારો થઈ શકે છે. બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ થવાથી નાણાકીય સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે.


તુલાઃ - તુલા રાશિના લોકોને નોકરી કે વેપારના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે નાના ભાઈ કે બહેન તરફથી સહયોગનો અભાવ અનુભવી શકો છો.


વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોને પરિવારના સભ્યોથી અણબનાવનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર ઉતાવળા નિર્ણયો લેવાથી સમસ્યાઓ થઈ શકે છે.


કુંભ - કુંભ રાશિના લોકોને વિરોધીઓ પરેશાન કરી શકે છે. તમારે અકસ્માતનો સામનો પણ કરવો પડી શકે છે. તમે બિનજરૂરી ખર્ચાઓથી પરેશાન થઈ શકો છો.   



Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.