Maha Ashtami Upay 2025: મહાઅષ્ટમીના અવસરે રાશિ પ્રમાણે કરો આ ઉપાય, ધન સંપદામાં થશે વૃદ્ધિ
Navratri Ashtami: નવરાત્રિનું આજે સાતમું નોરતું છે, આવતી કાલે એટલે કે 30 સપ્ટેમ્બરે અષ્ટમી છે. આ અવસરે રાશિ મુજબ કેટલાક ઉપાય જ્યોતિષીએ વર્ણાવ્યાં છે. જે કરવાથી ધનલાભ થાય છે

Navratri Ashtami: 30 સપ્ચેમ્બરે એટલે કે આવતી કાલે નવરાત્રીની મહાઅષ્ટમી છે. આ દિવસે માતા મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જાણો આ દિવસે રાશિ પ્રમાણે કરવા માટેના ઉપાયો વિશે.
નવરાત્રિના દિવસોમાં મહાષ્ટમીનું વિશેષ મહત્વ છે. આજે મહાઅષ્ટમી છે. દુર્ગા અષ્ટમીના દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ દિવસ ખૂબ જ ફાયદાકારક છે. જાણો આ દિવસે રાશિ પ્રમાણે કરવા માટેના ઉપાયો વિશે.
મેષઃ- આ રાશિના લોકોએ મહાષ્ટમીના દિવસે મહાગૌરીને ગોળની ખીર અર્પણ કરવી જોઈએ. અને કુંવાશીની પૂજા કરીને ભોજન કરવો તેમજ તેમને પીળો રૂમાલ અને રૂ.11ની દક્ષિણા આપીને વિદાય કરો.
વૃષભઃ- આ રાશિના લોકોએ કાળા તલ વડે માતાનો હવન કરવો જોઈએ. તેનાથી તમારો બિઝનેસ વધશે. કન્યાઓને ગુલાબી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણાના આપો.
મિથુનઃ- મિથુન રાશિના લોકોએ આજે દુર્ગાજીના આઠમા સ્વરૂપ પર આઠ કેળા અર્પણ કરવા. આ ઉપાયથી ખરાબ સમયને દૂર કરશે અને તમારી નોકરીમાં સારો સમય શરૂ થશે.
કર્કઃ- કર્ક રાશિના લોકોએ આ દિવસે કોઈપણ પ્રકારના દેવાના બોજને દૂર કરવા માટે ઓમ દૂન દુર્ગાય નમઃનો જાપ કરવો જોઈએ. તમે કન્યાઓને 25 રૂપિયામાં દક્ષિણા તરીકે સફેદ રૂમાલ આપી શકો છો.
સિંહ- સિંહ રાશિના લોકોએ મા દુર્ગાને લાલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમને તમારા કામમાં પ્રગતિ મળશે. કન્યાઓને ગુલાબી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણા આપો.
કન્યાઃ- આ રાશિના લોકોએ અષ્ટમીના દિવસે લાલ વસ્ત્ર પહેરીને માતાની પૂજા કરવી.આ દિવસે કન્યાઓને પુસ્તકની ભેંટ આપો.
તુલાઃ- આ રાશિના લોકોએ પોતાની માતાને થોડો મીઠાઇનો ભોગ ચઢાવવો જોઈએ અને પોતે ખાવો જોઈએ. કન્યાઓને સફેદ વસ્ત્ર અને 21 રૂપિયાની દક્ષિણા આપો. તેનાથી તમને બિઝનેસમાં ફાયદો થશે.
વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ હાથ જોડીને દુર્ગાજીને પ્રણામ કરવા જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ. તેનાથી ધનલાભ થશે.
ધન- ધનુ રાશિના લોકોએ આજે માતા રાણીને દહીં અર્પણ કરવું જોઈએ. એક પેન પેન્સિલ, બાળકીને રમકડું અને 14 રૂપિયાની દક્ષિણા આપો. કરિયરમાં પ્રગતિ થશે.
મકરઃ- મકર રાશિના લોકોએ સફળતા માટે માતાને લાડુ અર્પણ કરવા જોઈએ. તમારા માટે પ્રગતિનો માર્ગ ખુલશે. કન્યાઓને વાસણનો સેટ અને રૂ. 11 દક્ષિણા આપીને વિદાય આપો.
કુંભઃ- આ રાશિના લોકોએ માતાને મીઠુ દહીં અર્પણ કરવું જોઈએ. રોજગારી સારી રહેશે. કન્યાઓને વાદળી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણામાં આપો.
મીનઃ- આ રાશિના લોકોએ અષ્ટમીની રાત્રે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને કન્યાનું પૂજન કરીને ભઓજન કરાવીને દક્ષિણા આપો. માતાજીની આપ પર કૃપા વરસશે.




















