Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. મહોત્સવ સમાપ્ત થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.  આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત અને વિદેશના 46 યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી. ભારત સહિત યુ.એસ.એ., આફ્રિકા અને અન્ય દેશના યુવાનોએ પાર્ષદી દીક્ષા લીધી. નવયુવાનોએ યુવકોને બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા આપવામાં આવી હતા. આ પ્રસંગે યુવકોના પરિવારજનો સહિત હજારોની સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. પૂજય મહંત સ્વામી મહારાજે આ તમામ દીક્ષાર્થી યુવાનોને ગુરૂ મંત્ર આપ્યો હતો. આ નવયુવાનો પૈકી ઘણા યુવાનો વિદેશના છે અને તમામ યુવાનો  ઉચ્ચ અભ્યાસની ડીગ્રી ધરાવે છે.


પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં યોજાયો પાર્ષદી દીક્ષા મહોત્સવ

1. હાર્દિકભાઈ સાધક, અમદાવાદ - નિશ્ચલ ભગત
2. વિજયરાજભાઈ સાધક, અમદાવાદ - ઉત્કર્ષ ભગત
3. ભાવેશભાઈ સાધક, અમદાવાદ - પથિક ભગત
4. સાહિલભાઈ સાધક, અમેરિકા - પુનિત ભગત
5. શૈલભાઈ સાધક, અમેરિકા - વ્યોમેશ ભગત
6. અક્ષરભાઈ સાધક, બોચાસણ - સુદૃઢ ભગત
7. અર્ચનભાઈ સાધક, વડોદરા - આદર્શ ભગત
8. તુષાલભાઈ સાધક, રાજકોટ, મેલબોર્ન - પરિમલ ભગત
9. ચિરાગભાઈ સાધક, અમેરિકા - પ્રતોષ ભગત
10. નિકુલભાઈ સાધક, અમેરિકા - પુષ્કર ભગત
11. હર્ષભાઈ સાધક, અમેરિકા - નિરપેક્ષ ભગત
12. સાગરભાઈ સાધક, અમેરિકા - નૈષ્ઠિક ભગત
13. મૌલિકભાઈ સાધક, અમેરિકા - ધાર્મિક ભગત
14. બ્રીજેનભાઈ સાધક, અમેરિકા - સુકુમાર ભગત
15. ઋષિભાઈ સાધક, નૈરોબી આફ્રિકા - પરિતૃપ્ત ભગત
16. ઉત્તમભાઈ સાધક, જેતપુર - કમલ ભગત
17. પંકજભાઈ સાધક, કડી, મહેસાણા - શ્રેયશ ભગત
18. જતીનભાઈ સાધક, મુંબઈ - પ્રગાધ ભગત
19. આદિત્યભાઈ સાધક, ખડગપુર, બંગાળ - પુલકિત ભગત
20. મૌલિકભાઈ સાધક, રતનપર, સુરેન્દ્રનગર - ઉત્પલ ભગત
21. નિકુલભાઈ સાધક, ગજેરા, વડોદરા - શોભિત ભગત
22. પાર્થભાઈ સાધક, સુરત - વિનમ્ર ભગત
23. ચિરાગભાઈ સાધક, વડોદરા, પંચમહાલ, જરડકા- વિનય ભગત
24. જયેશભાઇ સાધક, જામનગર, મુંબઈ - નિર્માન ભગત
25. નરેન્દ્રભાઈ સાધક, કોઠારીયા - દેવાંશ ભગત
26. અનિરુદ્ધભાઈ સાધક, જામનગર - હસિત ભગત
27. જયભાઈ સાધક, નરસંડા, પુના - સંતોષ ભગત
28. અભિષેકભાઈ સાધક, ઉદેપુર - પ્રશાંત ભગત
29. હાર્દિકભાઈ સાધક, કાલાવડ, જામનગર - સહજ ભગત
30. યજ્ઞેશભાઇ સાધક, દેવચડી, રાજકોટ - સમદર્શી ભગત
31. હરિકૃષ્ણભાઈ સાધક, ભાવનગર - ઉદય ભગત
32. પરંજભાઈ સાધક, વાલવોડ, આણંદ - મનન ભગત
33. કિશનભાઈ સાધક, ગીર સોમનાથ, જૂનાગઢ - નિગમ ભગત
34. દીપભાઈ સાધક, જોટાળા, અમરેલી - અવિનાશ ભગત
35. શુભમભાઈ સાધક, વલસાડ - આર્જવ ભગત
36. મિલનભાઈ સાધક, મેલાળા, ગઢડા - ઋત્વિક ભગત
37. વિકાસભાઈ સાધક, દરેગાવ, જલગાંવ - રુચિર ભગત
38. અમિતભાઈ સાધક, મેઘપર, રાજકોટ - મુનીશ ભગત
39. નીતિનભાઈ સાધક, વડોદરા - ધર્માંગ ભગત
40. રાજભાઈ સાધક, વડોદરા, રૂપાવટી, રાજકોટ - નૈતિક ભગત
41. મહેશભાઈ સાધક, ખોલડિયાદ, સુરેન્દ્રનગર - પરિવ્રાજક ભગત
42. ઋષિરાજભાઈ સાધક, ભુજ - અભય ભગત
43. રવિભાઈ સાધક, કોટડા નાયાણી, રાજકોટ - વિમલ ભગત
44. ધ્રુવિતભાઈ સાધક, સુરત - દેવેશ ભગત
45. વિરજભાઈ સાધક, રાજકોટ - હરીન ભગત
46. કેયુરભાઈ સાધક, કેવડીયા, ઇસરામા, આણંદ - સમર્થ ભગત