Raksha Bandhan Date Time: રક્ષાબંધન એટલે કે ભાઇ બહેનના પ્રેમનો તહેવાર, બહેનો આખા વર્ષ દરમિયાન આ પવિત્ર તહેવારની રાહ જુએ છે. પૌરાણિક માન્યતા અનુસાર, શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ એટલે કે શ્રાવણ માસમાં રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે તેની તારીખને લઈને કેટલાક લોકોમાં અસમંજસની સ્થિતિ છે.


રક્ષાબંધન ક્યારે છે, 11 કે 12 ઓગસ્ટ?


હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 10.38 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 12મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 7.05 કલાકે સમાપ્ત થશે. પરંતુ સવાલ એ થાય છે કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે મનાવવામાં આવશે, તો ચાલો જાણીએ તેનો ચોક્કસ દિવસ.


રક્ષાબંધન તારીખ અને સમય


11મી ઓગસ્ટ 2022થી શ્રાવણ પૂર્ણિમા શરૂ થઈ રહી છે. માન્યતા અનુસાર રક્ષાબંધન માટે બપોર પછીનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર બપોરનો સમય રાખડી બાંધવા માટે સૌથી યોગ્ય કહેવાય છે. આ સાથે જો બપોરના સમયે 'ભદ્રા' હોય તો તે શુભ માનવામાં આવતું નથી. 11 ઓગસ્ટ, 2022 ના રોજ પ્રદોષ કાળમાં ભદ્રા પૂંછના સમય દરમિયાન તમે સાંજે 5 વાગ્યાને 18 મિનિટથી લઇને છ વાગ્યાને 18 મિનિટ વચ્ચે રાખડી બંધાવી શકો છો. જો આ શક્ય ન હોય અને જે લોકો સૂર્યાસ્ત પછી રાખડી બાંધતા નથી, તેઓ બીજા દિવસે એટલે કે 12 ઓગસ્ટે રાખડી બાંધી શકે છે.


રક્ષાબંધનનો શુભ સમય ક્યારે છે?


રક્ષાબંધન માટે પ્રદોષ કાળનું મુહૂર્ત 11 ઓગસ્ટ 2022 ના રોજ રાત્રે 08:52 થી 09:20 સુધીનું છે. આ સમય રાખડી બાંધવા માટે પણ યોગ્ય હોવાનું કહેવાય છે.


ભદ્રા 11 ઓગસ્ટ 2022


 11મી ઓગસ્ટ 2022 ના રોજ ભદ્રા કાળ સમાપ્ત થાય છે: તે રાત્રે 8:51 વાગ્યે પૂર્ણ થઇ રહ્યુ છે.


ભદ્રા ​​પૂંછ: 11 ઓગસ્ટ, 2022 ના રોજ સાંજે પાંચ વાગ્યાને 17 મિનિટથી લઇને છ વાગ્યાને 18 મિનિટ સુધી રહેશે.


ભદ્રા ​​મુખઃ સાંજે છ વાગ્યાને 18 મિનિટથી લઇને રાત્રે આઠ વાગ્યા સુધી.