Raksha Bandhan Gifts: રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના અવસર પર ભાઈઓ બહેનોને ભેટ આપીને આ ખાસ દિવસને વધુ ખાસ બનાવે છે. ભેટ આપવાનો મુખ્ય હેતુ એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો છે. આજકાલ, લોકો રક્ષાબંધન માટે ઘણા પ્રકારની રચનાત્મક ભેટો પણ આપે છે. જેમ કે ફોટો ફ્રેમ, મગ અથવા હાથથી બનાવેલી કોઈપણ વસ્તુ. આ ભેટો આ તહેવારને વધુ યાદગાર બનાવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર, આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ભેટ તરીકે આપવી જોઇએ નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ ભેટ આપવાથી ભાઈ-બહેનના સંબંધો પર ખરાબ અસર પડે છે. આવો જાણીએ રક્ષાબંધનના દિવસે કઇ ગિફ્ટ ન આપવી જોઇએ.
કાળા કપડાં
શાસ્ત્રોમાં કાળો રંગ અશુભ માનવામાં આવ્યો છે. કાળા રંગના કપડાને દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે તમારી બહેનને કાળા રંગના કપડાં ગિફ્ટ ન કરવા જોઈએ.
પગરખાં અથવા સેન્ડલ
ચંપલ અને સેન્ડલ અશુભ માનવામાં આવે છે. આની ગિફ્ટ આપવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી રક્ષાબંધનના દિવસે તમારે તમારી બહેનને ચંપલ અથવા સેન્ડલ ગિફ્ટ ન કરવા જોઈએ.
અરીસો
અરીસો પણ એક ભેટ છે જે રક્ષાબંધનના દિવસે ન આપવી જોઈએ. શાસ્ત્રો અનુસાર અરીસો આપવાથી ઘરમાં કલેશ અને તણાવ ઉત્પન્ન થાય છે. તેથી તમારે તમારી બહેનને અરીસો ગિફ્ટ ન કરવો જોઈએ.
તીક્ષ્ણ વસ્તુઓ
તીક્ષ્ણ ચીજવસ્તુઓ જેમ કે સોય તેમજ સ્કેલપેલ, લેન્સેટ, રેઝર બ્લેડ, કાતર, મેટલ વાયર, રીટ્રેક્ટર, ક્લેમ્પ્સ, પીન, સ્ટેપલ્સ, કટર અને કાચ વગેરે રક્ષાબંધનના દિવસે ગિફ્ટમાં ન આપવું જોઈએ. આ વસ્તુઓ આપવાથી ભાઈ-બહેનના સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો
Raksha Bandhan 2024: રક્ષાબંધન પહેલા સિંહ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ ત્રણ રાશિઓને થશે ફાયદો