Solar Eclipse : સૂર્યગ્ર હણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે. ગ્રહણ દરમિયાન મંદિરો બંધ હોય છે પરંતુ આ દરમિયાન રાજ્યમાં ગ્રહણ કાળ દરમિયાન એક માત્ર શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે.
ગ્રહણ કાળ દરમિયાન મંદિર કેમ ખુલ્લું રહેશે ?
ભક્તો ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. ગ્રહણ દરમિયાન ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપનું વિશેષ મહત્વ છે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું 100 ગણું ફળ મળતું હોવાની માન્યતા છે. ગ્રહણ સાંજે 4.35 કલાકે શરૂ થશે અને મોક્ષ 6.26 કલાકે થશે. ગ્રહણનો કુલ સમય 1 કલાક અને 54 મિનિટ રહેશે.
સૂર્ય ગ્રહણ પર રાજ્યના આ મંદિરો રહેશે બંધ
- યાત્રાધામ અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્ય ગ્રહણ હોવાના કારણે વહેલી સવાર સાડા ચાર કલાકથી રાત્રિના નવ કલાક સુધી અંબાજી મંદિર બંધ રહેશે. કાલે વહેલી સવારે 4 કલાકે માતાજીની આરતી કરવામાં આવશે તો સાંજની આરતી રાત્રે આશરે 9:30 કલાકે કરવામાં આવશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ હોવાના કારણે માઈ ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે.
- આ ઉપરાંત આવતીકાલે સૂર્ય ગ્રહણ હોય દ્વારકાના જગત મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ રહેશે. સાંજે ૭/૩૦ કલાકે જગત મંદિરનાં દ્વાર ભક્તો માટે ખુલી રાત્રે ૧૧ વાગ્યે થશે બંધ થશે. જ્યારે બુધવારે નૂતન વર્ષના રોજ દર્શન રાબેતા મુજબ રહેશે.
- તો બીજી તરફ મહેસાણા બહુચરાજીમાં આવેલ બહુચર માતાજીનું મંદિર આવતીકાલે 11.30થી 7.30 સુઘી બંધ રહેશે. સુર્ય ગ્રહણને લઈ દર્શન માટે બંધ રહેશે. સુર્ય ગ્રહણને લઈ સાંજની આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજની આરતી 8 વાગે કરવામા આવશે.
- આગામી 25 તારીખે પાવાગઢ માતાજીનું મંદિર બંધ રહેશે. મંગળવારે સૂર્યગ્રહણ હોવાના કારણે મંદિર સમગ્ર દિવસ દરમ્યાન બંધ રહેશે. તા.24 ઓકટોબરની મધ્યરાત્રીથી તા. 25 ના સાંજના 6.45 સુધી સંપૂર્ણપણે મંદિર બંધ રહેશે. સાંજે સાત કલાકે નિત્ય આરતી બાદ રાતના નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. 26 ઓક્ટોબરથી નિત્યક્રમ મુજબ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે.