Auspicious times for marriage:  વર્ષ 2025ની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ નવા વર્ષની શરૂઆત સમયે કમૂર્રતા ચાલતા હોવાથી લગ્ન સહિતના શુભ કાર્યો કરવા વર્જિત છે. જો કે આવતી કાલે એટલે કે 14 જાન્યુઆરીએ કમૂર્રતા પૂર્ણ થઇ રહ્યાં છે અને ત્યારબાદ ગૃહ પ્રવેશ, જનોઇ, લગ્ન સહિતના શુભ કાર્યો કરી શકાય છે. તો વર્ષ 2025માં કઇ –કઇ તારીખે લગ્ન માટે  શુભ મુહૂર્ત છે. જાણીએ જ્યોતિષાચાર્ય ચેતન પટેલ પાસેથી..

Continues below advertisement


લગ્ન માટે શુભ સમય જોવો શા માટે જરૂરી છે?


હિંદુ ધર્મમાં લગ્ન માટે શુભ મુહૂર્ત જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો લગ્ન ખોટા સમયે થાય છે તો પતિ-પત્નીના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. યોગ્ય સમયે લગ્ન કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. દેવશયન દરમિયાન લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન નથી થતા.                                                                          


જાન્યુઆરી 2025માં કયાં કયાં શુભ મુહૂર્ત છે?


વર્ષ 2025માં લગ્નના 72 શુભ મૂહૂર્ત છે.  જાન્યુઆરી 2025માં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. તારીખ પ્રમાણે આ મૂર્હૂત જાણીએ.  જાન્યુઆરીમાં 16, 17, 18, 19, 20, 21, 23, 24, 26 અને 27 તારીખ લગ્ન માટેના શુભ મુહૂર્ત છે.


ફેબ્રુઆરી 2025ના શુભ મૂહૂર્ત


ફેબ્રુઆરી 2025માં કુલ  લગ્નો માટે શુભ મુહૂર્ત છે. ફેબ્રુઆરી મહિનામાં 2, 3, 6, 7, 12, 13, 14, 15, 16, 18, 19, 21, 23 અને 25 તારીખો શુભ છે.( 14)


માર્ચ 2025ના શુભ મૂહૂર્ત


માર્ચ 2025માં તારીખ 1, 2, 6, 7 અને 12 લગ્ન માટે શુભ માનવામાં આવે છે.


એપ્રિલ 2025ના શુભ મૂહૂર્ત


એપ્રિલ 2025માં લગ્નના શુભ મૂહૂર્ત  તારીખ 14, 16, 18, 19, 20, 21, 25, 29 અને 30 તારીખે  છે.


મે 2025ના શુભ મૂહૂર્ત


મે 2025 માં લગ્ન માટેની શ્રેષ્ઠ તારીખો 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27 અને 28 છે.


જૂન 2025ના શુભ મૂહૂર્ત


જૂન 2025માં શુભ તારીખો 2, 4, 5, 7 અને 8 છે.


નવેમ્બર 2025ના શુભ મૂહૂર્ત


નવેમ્બર 2025માં 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25 અને 30 તારીખો લગ્ન માટે શુભ છે.


ડિસેમ્બર 2025ના શુભ મુહૂર્ત


ડિસેમ્બર 2025ના શુભ મુહૂર્તની તારીખ પર નજર કરીએ તો વર્ષના છેલ્લા મહિનામાં 4, 5 અને 6 ડિસેમ્બરે લગ્ન સંસ્કાર માટે શુભ મૂહૂર્ત  છે.


-જ્યોતિષાચાર્ય ચેતન પટેલ