ઘરની અંદર અને આસપાસ વૃક્ષો તથા છોડ હોવા ખૂબ જ જરૂરી છે. આ છોડ સ્વાસ્થ્ય માટે તો સારા છે જ સાથે સાથે ઘરમાં સકારાત્મકતા પણ લાવે છે. શું તમે જાણો છો કે ઘરમાં ઝાડ-છોડ આવવાથી તમારું નસીબ પણ બદલાઈ શકે છે. આજે અમે તમને એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને ઘરમાં લગાવીને તમે તમારા નસીબનો સિતારો ચમકાવી શકો છો. સાથે જ ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર કરી શકો છો. જાણો આ છોડની વિશેષતા વિશે.


તુલસીનો છોડઃ- તુલસીને લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે આંગણામાં તુલસીની દરરોજ પૂજા કરવામાં આવે છે ત્યાં પૈસાની કમી નથી હોતી. આટલું જ નહીં તુલસીથી શરદી-ખાંસી જેવી અનેક બીમારીઓ દૂર કરી શકાય છે.


મની પ્લાન્ટઃ- એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો વેલો ખીલે છે ત્યાં લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. મની પ્લાન્ટ સુકાઈ જાય કે તરત જ આ વેલોને કાઢી નાખવું વધુ સારું છે.


વાંસ- વાંસને ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ રાખી શકાય છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. તેમજ તેને ઘરમાં રાખવાથી જીવનમાં સફળતા મળે છે.


લીંબુ અથવા નારંગીનો છોડઃ- આ છોડને ઘરની બહાર લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.


આસોપાલવઃ ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને ઘરની ઉન્નતિ થાય તે માટે ઘરના આંગણામાં આસોપાલવનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


Vastu Tips: ઘરમાં આ જગ્યા પર ઘડિયાળ લગાવવાથી કઈ રીતે બદલાઈ શકે છે તમારું જીવન ?